માધવબાગ વિદ્યાભવન શાળા ના 22 વિધાર્થીઓ A1 ગ્રેડ તેમજ 46 વિધાર્થીઓ A2 ગ્રેડ
ધો.:-10 S.S.C. બોર્ડના પરિણામમાં અમરોલી વિસ્તારમાંઆવેલી માધવબાગ વિદ્યાભવન શાળાએ શ્રેષ્ઠ પરિણામ સાથે સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ A1 ગ્રેડ પ્રાપ્ત કરી જલવંત સફળતા પ્રાપ્ત કરી છે. શાળા ના 22 વિધાર્થીઓ A1 ગ્રેડ તેમજ 46 વિધાર્થીઓ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
શાળાનું કુલ પરિણામ – 96.00%
કાલેણા હાર્દિ અમરોલી વિસ્તારની માધવબાગ વિદ્યાભવનમાં ભણે છે. જેનું આજે ધોરણ 10નું પરિણામ આવ્યું. કાલેણા હાર્દિનો A1 ગ્રેડ(PR 99.90 અને 95.83%) આવેલો છે. તેમના પિતાનો વ્યવસાય ‘ચા’ બનાવવાનો છે અને તેના ઉપર પૂરતું ધ્યાન આપવું એ એમના માટે થોડું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ શાળા તથા શિક્ષકોના સહિયારા પ્રયાસથી આજે તેમની દીકરી A1 પ્રાપ્ત કરીને શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં A1 ગ્રેડ 22 અને A2ગ્રેડ 46 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે
એ ઉપરાંત પ્રજાપતિ પરી જયેશભાઈ,માધવબાગ વિદ્યાભવનમાં ભણે છે. જેનું આજે ધોરણ 10નું પરિણામ આવ્યું. જેમાં પ્રજાપતિ પરીનો A1 ગ્રેડ પ્રાપ્ત થયો. જે જાણીને અમો ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કારણ કે તેમના પિતાનો વ્યવસાય ‘રત્નકલાકાર’ નો છે, તથા આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેના ઉપર પૂરતું ધ્યાન આપવું એ તેમના માટે થોડું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ શાળા તથા શિક્ષકોના અખૂટ પરિશ્રમથી આજે મારી દીકરી A1 ગ્રેડ (PR 98.98 અને 92%)પ્રાપ્ત કરેલ છે. જે માટે હું શાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.