શ્રી શારદા વિદ્યામંદિરનું ઝળહળતું પરિણામ
સિંગણપોર વિસ્તારમાં આવેલ શ્રી શારદા વિદ્યામંદિરનું વર્ષ 2022 ધોરણ 10નું પરિણામ 93.8 ટકા આવ્યું છે. જેમાં એ-1માં 13 વિદ્યાર્થીઓ અને એ-2માં 46 વિદ્યાર્થી તથા બી-1માં 37 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
શાળાનો પ્રથમ નંબર પટેલ મેશ્વા 95.77 ટકા અને 99.83 પીઆર સાથે તથા દ્વિતીય નંબર પર લખાણી ધ્રુવ પી. 95 ટકા તથા 99.80 પીઆર તથા ત્રીજા નંબર પર લખાણી ધ્રુવ એ. 94.67 ટકા અને 99.75 પીઆર સાથે પ્રથમ ત્રણ નંબર મેળવ્યા છે. કુલ 74 વિદ્યાર્થી ગ્રુપ પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે.
શાળા દ્વારા મેનેજમેન્ટ વતી સતત માર્ગદર્શન થકી વિદ્યાર્થીઓ આ સફળતા સુધી પહોંચ્યા છે. સંચાલક શ્રી જૈમિનભાઈ પટેલ અને ટ્રસ્ટી ડો. ખેની સાહેબ, મંત્રી સવજીભાઈ પટેટલ તથા પ્રમુખ હર્ષદભાઈ વગેરેના માર્ગદર્શન થકી શાળા સફળતાના શિખરે હોય છે. તમામ શૈક્ષણિક સ્ટાફ, આચાર્યશ્રી, ઉપાચાર્ય તથા એચઓડી તથા શિક્ષકમિત્રોના સહકાર વિદ્યાર્થી મિત્રોની મહેનત અને શાળા દ્વારા લેવાયેલ તમામ પરીક્ષામાંથી પસાર થઈ વિદ્યાર્થીઓએ આ સફળતા પ્રાપ્ત કરી છે.