બિઝનેસ

Paytm એ ટિકિટિંગ પાર્ટનર તરીકે ઇલેક્ટ્રિક મોબિલિટી NueGo સાથે ભાગીદારી કરી, યાત્રીઓ ગ્રીનર ઇન્ટરસિટી બસમાં આરામદાયક મુસાફરી માણી શકશે 

દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-જયપુર અને ઇન્દોર-ભોપાલ વચ્ચે NueGo ઇલેક્ટ્રિક બસો માટે સુવિધાજનક અને અનુકૂળ બુકિંગ અનુભવ ઉપલબ્ધ થશે

ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની અને QR અને મોબાઇલ પેમેન્ટ્સની પ્રણેતા અને Paytm બ્રાન્ડની માલિકી ધરાવતી One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (OCL) કંપનીએ આજે NueGo ને તેના ટિકિટિંગ પાર્ટનર તરીકે ઓનબોર્ડિંગની જાહેરાત કરી છે. NueGo, એ ભારતની પ્રથમ પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોબિલિટી કોચ અને ગ્રીનસેલ મોબિલિટીની બ્રાન્ડ છે. 

આ સાથે જ હવે Paytm વપરાશકર્તાઓ દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-જયપુર અને ઈન્દોર-ભોપાલ જેવા લોકપ્રિય રૂટ વચ્ચે NueGoની ઈલેક્ટ્રિક બસો માટે ટિકિટ બુક કરી શકશે. ટૂંક સમયમાં જ બેંગલુરુ અને તિરુપતિ વચ્ચે પણ સંચાલન શરૂ થશે. નવા યુગના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને, NueGo, શ્રેષ્ઠ રાઇડ ગુણવત્તા અને ઇન-કેબિન અનુભવ સાથે આરામદાયક મુસાફરીને પ્રોત્સાહન આપે છે. 

Paytm ના પ્રવક્તાએ કહ્યું કે, “લાખો વપરાશકર્તાઓ માટે, Paytm તમામ મુસાફરી ટિકિટિંગ માટેની જરૂરિયાતો માટે એક ઉમદા ગો-ટૂ એપ છે. અમારો પ્રયાસ અમારા વપરાશકર્તાઓ માટે અનુકૂળ મુસાફરીને સક્ષમ કરવાનો અને તેમને બસ સેવા ઓપરેટરોની વિશાળ શ્રેણી પૂરી પાડવાનો છે, જે તેઓ તેમની યોગ્યતા મુજબ પસંદ કરી શકે છે. હવે, NueGo ઓનબોર્ડ સાથે, અમે અમારા વપરાશકર્તાઓને બેસ્ટ મુસાફરી વિકલ્પો પણ ઓફર કરી શકીએ છીએ.” 

ગ્રીનસેલ મોબિલિટીના COO અને ડિરેક્ટર(ફાઇનાન્સ) સુમિત મિત્તલે જણાવ્યું હતું કે, “અમે NueGo માટે ઓનલાઈન બસ ટિકિટ બુકિંગ સેવા માટે ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની અને QR અને મોબાઇલ પેમેન્ટ્સની પ્રણેતા Paytm સાથે ભાગીદારી કરીને ખુશ છીએ. NueGo માં અમારું લક્ષ્ય ભવિષ્યમાં તૈયાર હોય તેવા ગતિશીલતા ઉકેલો લાવવા અને તેને સમર્થન આપવાનું છે. અમારું માનવું છે કે પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવાથી અમારી વિશ્વ કક્ષાની ઇલેક્ટ્રિક કોચ સેવાઓ સાથે સંપૂર્ણ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવામાં મદદ મળશે. ડિજિટલાઇઝેશન અમને સુરક્ષિત, સુવિધાજનક, કોન્ટેક્ટલેસ ટ્રાવેલ અને ટિકિટ કાઉન્ટર્સ પર ભીડ ઘટાડવાની ખાતરી કરવામાં અને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.”

Paytmની શ્રેષ્ઠ કિંમતની ગેરંટી હેઠળ, કંપની 2,500 બસ ઓપરેટરોમાં વપરાશકર્તાઓને સૌથી ઓછી કિંમતની ખાતરી આપે છે. Paytm Paytm UPI, Paytm Wallet, નેટબેંકિંગ, ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ્સ સહિતની ચૂકવણીની સુગમતા પ્રદાન કરે છે. આ ઑફરનો લાભ લેવા માટે વપરાશકર્તાઓએ પ્રોમો કોડ “BESTPRICE” સાથે ટિકિટ બુક કરાવવાની જરૂર છે અને તેમને ₹100 સુધીનું ફ્લેટ 20% કેશબેક મળશે.

Paytm એપ નિઃશુલ્ક કૈન્સલેશન(રદ), ખાતરીપૂર્વકના રિફંડ અને મુસાફરી વીમા સાથે ઝડપી અને સરળ ટિકિટિંગ અનુભવ પ્રદાન કરે છે. Paytm બેંક ભાગીદારીના વિશાળ સ્પેક્ટ્રમ સાથે ટિકિટ બુકિંગ માટે શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button