40 દર્દીઓને પ્રવાસ પર લઈ ગયા, લોકગીતો અને જૂના ફિલ્મી ગીતોનો આનંદ માણ્યો
પાર્કિનસન સપોર્ટ ગ્રુપ (BKP’PDMDS) અને દિવાળીબેન ઠાકરશીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શાંતિભાઈ કાકડીયાનાં સંયુક્ત ઉપક્રમે તેમજ શ્રી શૈલેષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ ૦૮-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ વેસ્મા ગામે કેશવ ફાર્મ હાઉસમાં એક દિવસના પ્રવાસે ૪૦ જેટલા પેશન્ટોને બસ દ્વારા લઈ જવામાં આવેલ, જ્યાં સૌએ ધરમશીભાઈ ભુવા (સરદાર કથાકાર) દ્વારા રજુ કરેલ લોકસાહિત્ય તેમજ જુના ફિલ્મી ગીતોની મોજ માણી હતી, આ પ્રસંગે અનાદિશ્રી કૃષ્ણનારાયણ મંદિર, આગરવાડા ધામ (MP) આચાર્યશ્રી પ્રેમાનંદ સ્વરૂપાચાર્યજી મહારાજ તેમજ બિલ્ડર ધર્મેશભાઈ કેળાવાળા, ચંદુભાઈ ડોડીયા, AVS GROUP ના સંદીપ સાદડીવાળા, એડવોકેટ જેનીશ કેળાવાળા ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડેલ, અત્રે ઉલ્લેખનીય છે કે પાર્કીનશન સપોર્ટ ગ્રુપ કંપવાના દર્દીઓ માટે વિનામૂલ્યે કામ કરતી સંસ્થા છે, જે ડોક્ટર હેતશ્રી પટેલ અને ડોકટર પૂજા લોહિયા દ્વારા જીવન વિકાસ ટ્રસ્ટ મંદબુદ્ધિના બાળકોની શાળામાં અડાજણ મુકામે ચલાવવામાં આવે છે.