બિઝનેસસુરત

ચેમ્બરના ત્રિદિવસીય ‘સીટેક્ષ એક્ષ્પો’માં એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા ૩૦૦ કરોડની ટેક્ષ્ટાઇલ મશીનરીઓના ઓર્ડર્સ મળ્યાં

આગામી છ મહિનામાં મશીનરીઓમાં રૂપિયા ૧૮૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૭, ૮ અને ૯ જાન્યુઆરી, ર૦ર૩ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’યોજાયું હતું. સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી યોજાયેલા ત્રિદિવસીય એકઝીબીશનનું આજે સમાપન થયું હતું. ત્રણ દિવસ દરમ્યાન દેશભરમાંથી રપ હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓની સાથે સાથે યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના અને જર્મની વિગેરે દેશોમાં બનેલી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરસાણા સ્થિત એસી ડોમ ઉપરાંત બહારની જગ્યામાં અલગથી એક ડોમ બનાવીને એકઝીબીટર્સોને સમાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ૬૮૬૧, બીજા દિવસે ૧૦૪૧૭ અને આજે ત્રીજા દિવસે ૭૮ર૪ મળી કુલ રપ૧૦ર બાયર્સ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા.

સીટેક્ષ એક્ષ્પો સુપર હીટ રહયો હોવાના ફીડબેક એકઝીબીટર્સ તરફથી મળ્યાં હતાં. એકઝીબીટર્સ ખૂબ જ સારી રીતે અત્યાધુનિક મશીનરીઓ બાયર્સ સમક્ષ પ્રેઝન્ટ કરી શકયા હતા. આ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરનારા એકઝીબીટર્સને ૮૦ ટકા નવા બાયર્સ પણ મળ્યાં હતાં.

દેશના વિવિધ ખૂણેથી તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ બાંગ્લાદેશ, બેલ્જીયમ, જાપાન અને જર્મનીથી આવેલા જેન્યુન બાયર્સો સાથે એકઝીબીટર્સોએ વન ટુ વન મિટીંગો કરી હતી. સીટેક્ષની મુલાકાતે આવેલા તામિલનાડુના ડેલીગેશને પણ એકઝીબીટર્સને સારા ઓર્ડર્સ આપ્યા હતા, આથી એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા ૩૦૦ કરોડની કિંમતની મશીનરીઓના ઓર્ડર મળ્યાં હતાં. આ એક્ષ્પો થકી ટેક્ષ્ટાઇલ મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી છ મહિનામાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓમાં આશરે રૂપિયા ૧૮૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

ત્રણ દિવસમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરો જેવા કે જમ્મુ, નવી દિલ્હી, ઇરોડ, ગુડગાંવ, ગ્વાલિયર, હૈદરાબાદ, ઇચ્છલકરંજી, ઇન્દોર, જાલંધર, જેતપુર, જોધપુર, કાંચિપુરમ (તામિલનાડુ), કોલ્હાપુર, લુધિયાણા, કેરલા, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, માલેગાંવ, મુંબઇ, મુઝફફરપુર, અજમેર, અમેઠી, બેંગ્લોર, ભીલાડ, ભિવંડી, બોઇસર, બુલઢાણા, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, નોઇડા, પાલઘર, પાણીપત, રાયપુર, સાલેમ (તામિલનાડુ), તિરૂપુર, વારાણસી, વાઇધન (મધ્ય પ્રદેશ) અને વારંગલથી જેન્યુન બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

અત્રે નોંધનીય છે કે, સીટેક્ષ પ્રદર્શનમાં રેપીયર જેકાર્ડ મશીન – ૪ર૦ સેન્ટીમીટર, વિશ્વનું સૌથી લાંબુ લુમ તથા એરજેટ ડબલ પન્ના, ૪૦૦ આરપીએમ – ર૬૮૮ હૂક ઇલેકટ્રોનિક જેકાર્ડ – મેક ઇન ઇન્ડિયા, એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક ઉપર ડિજીટલ પ્રિન્ટીંગ કરવા માટે ઉપયોગી પોઝીશન પ્રિન્ટીંગ મશીન, પપ૦ આરપીએમ – રેપીયર જેકાર્ડ – વિસ્કોસ માટે વિશ્વમાં સૌથી ઝડપી હાઈસ્પીડ લુમ, ૧૧૦૦ આરપીએમવાળું એરજેટ – જાપાનીઝ ટેકનોલોજી, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીન, એરજેટ – જ્યોર્જેટ 2700 x 2700 tpm યાર્ન અને સુપર હાઇસ્પીડ ટીએફઓ જેવી મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button