એજ્યુકેશન
એલપી સવાણી એકેડમી દ્વારા પ્રેરણા સુરત થીમ પર તેનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાયો
સુરત, “તમારી પ્રતિભા નક્કી કરે છે કે તમે શું કરો છો. તમારી પ્રેરણા નક્કી કરે છે કે તમે કેટલું કરવા તૈયાર છો. તમારું વલણ નક્કી કરે છે કે તમે તે કેટલી સારી રીતે કરો છો”. એલપી સવાણી એકેડમી, વેસુ દ્વારા શ્રી પાર્ટી લોન ભાથા – સુરત ખાતે પ્રેરણા થીમ પર વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા 36 રચનાઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોએ રજૂ કરેલી રચનાઓથી વાલીઓ મંત્રમુગ્ધ થયા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જી. વી.મિયાણી, દીપક દરજી (જિલ્લા શિક્ષણાધિકારી – સુરત), યઝદી કરંજીયા (પદ્મશ્રી), હિમાંશુ બોડાવાલા, જયમીષ પટેલ (પ્રમુખ-ગુજરાત સ્પોર્ટ્સ એસોસિએશન), ગૌતમ કુમાર , ડો. મુકુલ ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા.