સુરત શહેર ફરી એક વાર જ્વેલરીમાં ગિનીશ બુક ઓફ રેકોર્ડ કર્યો
સુરત શહેર ફરી એક વાર જ્વેલરીમાં ગિનીશ બુક ઓફ રેકોર્ડ કર્યો છે જેમાં હોંગકોંગ માં કોરોનેટ વોચનો રેકોર્ડ તોડ્યો છે જેમાં 15000 ડાયમંડ લગાડવામાં આવ્યા હતા ત્યારે સુરતની હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા તથા રેનાની જ્વેલ્સ જે યુપી મેરઠ મેરઠના હર્ષિતભાઈ બંસલ બીજો ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે આ વખતે સોનાની રિયલ ડાયમંડ ની વોચ બ્રેસલેટ બનાવવામાં આવી છે આ વોચ બ્રેસલેટ માં 17,524 રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે 17524 રિયલ ડાયમંડમાં 12 નેચરલ રીયલ બ્લેક ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે આમાં 0.72 કેરેટનો ડાયમંડ પણ લગાવવામાં આવ્યો છે
ખાસ વાત તો એ છે કે આ વોચમાં 113 નીલમ ની ચોકીઓ જેને અંગ્રેજીમાં બ્લુ સફાયર નેચરલ બગેષ્ટ નો પણ સમાવેશ કરાયો છે ટોટલ વજન સોનાનો બ્રેસલેટમાં 373.030 ગ્રામ છે. જ્યારે ટોટલ ડાયમંડ નું વજન 54.70 કેરેટ વાપરવામાં આવ્યું છે આની પહેલા હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા અને રેનાની જ્વેલર્સ હર્ષિતભાઈ બંસલ દ્વારા મેરીગોલ્ડ રીંગ પણ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે જેમાં 12,638 ડાયમંડ સેટ કરી સૌથી વધારે ડાયમંડ સેટિંગ નો રેકોર્ડ ગિનીશ બુક નો તોડ્યો છે.