સુરતના આંગણે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતના એક પતંગમાંથી ટીમે મોટું આકર્ષણ જમાવ્યું હતું. ઓછા પવનને કારણે વિદેશી પતંગમાં જો બેસી રહ્યા હતા જ્યારે સુરતના આ પતંગબાજે 108 ફૂટ લાંબો પતંગ ચગાવી લોકો અને અન્ય પતંગ બાજનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરતના રિવરફ્રન્ટ ખાતે ગુજરાત સરકાર સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા પતંગ મહોત્સવ ઉદ્ઘાટન સમયે ઓછા પવનને કારણે ફિક્કો બન્યો હતો. ઓછા પવનને કારણે વિદેશના મોટા પતંગ ચગી શક્યા ન હતા. જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અનેક મેડલ જીતનાર સુરતના એક ગ્રુપે 108 ફૂટનો ઇન્ડોનેશિયામાં બનાવેલો ડ્રેગન પતંગ ચગાવ્યો હતો. વિદેશના અનેક કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈને ચાલ જેટલા ગોલ્ડ મેડલ જીતના સુરતની આ ટીમે સુરતીઓને ખુશ કરી દીધા હતા. વ્યવસાય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એવા સુરતના આ પતંગબાજને આ પતંગ બનાવતા છ મહિના જેટલો સમય લાગ્યો હતો. આ ડ્રેગન પતંગ બનાવીને તેઓએ ચાઇનામાં જઈને ડ્રેગનને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.