બિઝનેસ

700થી વધુ ઓપરેટરોનાં  વિજળી બિલની ચૂકવણીમાં 100 ટકા સુધીની કેશબેક ઓફર કરતી પેટીએમ બીજલી ડેઝ ઓફરનો પ્રારંભ

દર મહીને  તા.10 થી 15 વચ્ચે વીજળી બિલની ચૂકવણીમાં ઓછામાં ઓછા 50 પાત્ર યુઝર્સને રૂ.2,000 સુધીની 100 ટકા કેશબેક અને ખાત્રીપૂર્વક ડિસ્કાઉન્ટ વાઉચર્સ  

ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમની માલીકી ધરાવતી અને ભારતની મોખરાની પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (ઓસીએલ) બીજલી ડેઝ યોજનાની શરૂઆત કરી છે કે જેમાં દર મહિને તા.10થી 15 વચ્ચે ચૂકવણી કરનાર યુઝર્સને કેશબેક અને ખાત્રીપૂર્વકના રિવોર્ડ આપવામાં આવશે.

આ ચૂકવણીમાં દરરોજ ઓછામાં ઓછા 50 યુઝર્સને બીજલી ડેઝ દરમ્યાન ઓછામાં ઓછા રૂ.2,000 સુધીનું 100 ટકા કેશબેક આપવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ ટોચના શોપીંગ અને ટ્રાવેલ બ્રાન્ડઝના ડિસ્કાઉન્ટ વાઉચર આપવાની ખાત્રી આપી છે.

આ ઉપરાંત પેટીએમ સાથે ‘ELECNEW200’ કોડનો ઉપયોગ કરીને વિજળી બીલની ચૂકવણી કરનારને રૂ.200 સુધીનો કેશબેક આપવામાં આવશે. પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ અને નેટ બેંકીંગના વિકલ્પ વડે વિજળી બીલની ચૂકવણી થઈ શકશે. યુઝર્સને પેટીએમ પોસ્ટપેઈડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેની મારફતે તે પોતાની અનુકૂળતા મુજબ બીલની રકમ ચૂકવી શકશે.

ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત મોખરાના રાજ્યોમાં બીએસઈએસ રાજધાની, ટોરેન્ટ પાવર લિમિટેડ, ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ અને તાતા પાવર સહિત 70થી વધુ ઓપરેટરોએ યુઝર્સને બીલની ચૂકવણી માટે સુગમતા પૂરી પાડવામાં આવી છે. પેટીએમ દ્વારા ઓટોમેટિક પેમેન્ટ એલર્ટસ પણ આપવામાં આવશે કે જેથી યુઝર્સ તેમના વિજળી બીલોને ટ્રેક કરી શકે. યુઝર્સ તેમના ઘર, ઓફિસ, પરિવાર અને મિત્રો સહિતના વિવિધ વિજળી બીલ આ એપ્પ પરથી ભરી શકશે. ઓટો-પે ફીચરને કારણે યુઝર્સના ખાતામાંથી બીલની રકમ આપમેળે કપાઈ જશે.

પેટીએમ એપ્પ ઉપર વિજળી બીલની ચૂકવણી કઈ રીતે કરવીઃ

  1. પેટીએમ એપ્પના હોમ પેજ ઉપર જઈને ‘રિચાર્જીસ અને બીલ પેમેન્ટસ’ ક્લિક કરો અને ‘ઈલેક્ટ્રીસિટી’ પસંદ કરો.
  2. લાગુ પડતું રાજ્ય અને ઈલેક્ટ્રીસિટી બોર્ડ પસંદ કરો.
  3. તમારો ગ્રાહક ઓળખ નંબર એન્ટર કરો (સીએ નંબર, ગ્રાહક નંબર, ખાતા નંબર વગેરે નામે ઓળખવામાં આવે છે) અને ‘પ્રોસીડ’ ક્લીક કરો.
  4. ચૂકવણીની પધ્ધતિની પસંદગી કરીને ચૂકવણીમાં આગળ વધો.
  5. સફળતાપૂર્વક વિજળી બીલ ચૂકવાઈ જતાં યુઝર્સને નોટીફાય કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button