કેરળ ટુરીઝમે દેશભરમાંથી વધુ સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષવા માટે શિયાળાની સિઝન માટે કાર્યક્રમો તૈયાર કર્યા
સુરત, ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ : ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે કેરળ હંમેશાથી તેમનું બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન રહ્યું છે. તાજતેરમાં ફેસ્ટિવની સિઝન દરમ્યાન કેરળ ટુરિઝમમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનમાં ખૂબ વધારો થયો હતો. હવે કેરળ ટુરીઝમે દેશભરમાંથી વધુ સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષવા માટે શિયાળાની સિઝન માટે ઘણા કાર્યક્રમો તૈયાર કર્યા છે.
આ અંગે વાત કરતા પ્રવાસન મંત્રી શ્રી પીએ મોહમ્મદ રિયાસે કહ્યું કે, હાલમાં જ પૂરી થયેલી ફેસ્ટિવલ સિઝન કેરળના પ્રવાસન માટે ખૂબ સકારાત્મક રહી છે અને મોટી સંખ્યામાં સ્થાનિક પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લીધી છે. કોવિડ બાદ કેરળ પ્રવાસન તમામ રીતે પ્રવાસીઓને આવકારવા તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે કેરળમાં પણ શિયાળાની રજાઓની મોસમને મોટા પાયે પ્રમોટ કરવા માટે આતુર છીએ. કેરળના ધણા ડેસ્ટિનેશન ટાઇમ મેગેઝિન 2022 અંકમાં 50 એકસ્ટ્રા ઓડિનરી ડેસ્ટિનેશન સ્થળોમાં સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યની વિશિષ્ટતા હાઉસબોટ જેવા પ્રવાસીઓની રાહ જોઈ રહેલા વિવિધ અનુભવોમાં રહેલી છે. કારવાન સ્ટે, જંગલ લોજ, પ્લાનટેશન વિઝિટ, હોમસ્ટે, આયુર્વેદ બેઝ્ડ વેલનેસ સોલ્યુશન્સ અને લીલીછમ ટેકરીઓ સુધી ટ્રેકિંગ સહિતની અનેક એક્ટિવટીનો પ્રવાસીઓ લાભ લઇ શકશે.
તાજેતરમાં પૂરી થયેલી ચેમ્પિયન્સ બોટ લીગ (CBL)એ સમગ્ર દેશમાંથી હજારો પ્રવાસીઓ ટ્રાવેલ બ્લોગર્સ અને ટ્રાવેલ ફોટોગ્રાફરોને આકર્ષ્યા હતા. ડિસેમ્બર 2022-એપ્રિલ 2023 દરમિયાન આયોજિત થનારી કોચી-મુઝિરીસ બિએનનાલે (KMB) ભારત અને વિદેશ બંનેના પ્રવાસીઓને આકર્ષશે એમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રવાસન અગ્ર સચિવ શ્રી કે એસ શ્રીનિવાસે કહ્યું કે, રાજ્યના પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગે પ્રિ-પેન્ડેમિક પહેલા જ પોતાની મજબૂતી પાછી મેળવી લીધી છે. આ વાત આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ચાલું વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળા દરમિયાન કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 196 ટકાનો વધારો થયો હતો.
કેરળમાં આ સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં કુલ 1,33,80,000 સ્થાનિક પ્રવાસીઓ નોંધાયા છે, જે પૂર્વ-COVID 2019ના સમયગાળાની તુલનામાં 1.49 ટકાનો વધારો નોંધાવે છે.
શ્રી શ્રીનિવાસે ‘કેરાવન કેરળ’ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. જે રાજ્યોની રમત-બદલતી કારવાન પ્રવાસન પહેલ છે જેણે ટૂંકા ગાળામાં ઉદ્યોગ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા પ્રયાસો પ્રવાસીઓને વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટે સુવિધા આપવા માટે તૈયાર છે
પ્રવાસન નિયામક શ્રી પી બી નૂહે જણાવ્યું હતું કે, અમે કેરળના નવા પ્રોજેક્ટ્સ તેમજ દરિયાકિનારા, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટને પ્રદર્શિત કરવા માટે વિસ્તૃત યોજનાઓ બનાવી છે જેથી મુલાકાતીઓ તેનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે. સ્થાનિક
પ્રવાસીઓના આગમનમાં નોંધપાત્ર વધારો ‘કેરાવન કેરળ’ જેવા નવા ઉત્પાદનોનું પ્રદર્શન કરીને શક્ય બન્યું છે, જે કેરળ ટ્રાવેલ માર્ટમાં સહભાગિતા સમાવિષ્ટ સાવચેતીપૂર્વક રચાયેલી પ્રમોશનલ અને માર્કેટિંગ વ્યૂહરચનાઓ દ્વારા યોગ્ય રીતે પૂરક છે. શ્રી પી બી નૂહે કહ્યું કે, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અમે નવી પહેલો કરવા માટે તૈયાર છે, જેના કારણે પ્રવાસન ક્ષેત્રને વધુ લાભ મળી શકે.
આ નવી પહેલોને પ્રમોટ કરવા માટે પ્રિન્ટ, ટીવી, રેડિયો અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા વિવિધ માધ્યમોનો પણ લાભ લેવામાં આવી રહ્યો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અમે કેરળને વિશ્વભરના મુલાકાતીઓ માટે એકદમ સુરક્ષિત આકર્ષક અને આતિથ્યશીલ સ્થળ તરીકે દર્શાવવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છીએ.
નવેમ્બરમાં મુંબઈ, પુણે, નાગપુર અને ઈન્દોરમાં અને ડિસેમ્બર માં ભુવનેશ્વર,કોલકાતા અને વડોદરા માં યોજાયેલી B2B પાર્ટનરશીપ મીટની પ્રથમ સેટને ઉદ્યોગ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. હવે કેરળ ટુરિઝમે ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ એક્ટિવિટીઝનું શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે. જેમાં ટ્રેડ ફેર અને નવી પ્રોડક્ટને પ્રેક્ષકો સુધી પહોંચાડવા B2B રોડ શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ડોમેસ્ટ્રિક માર્કેટિંગ એક્ટિવિટીના ભાગરૂપે કેરળ ટુરીઝમ મુંબઇ, સાઉથ એશિયન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ (SATTE) નવી દિલ્હી અને TTF ચેન્નાઈના OTM (આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ) જેવા ટ્રેડ ફેરમાં હાજરી આપશે.