સંજીવકુમાર ઓડિટોરીયમ પાલ અડાજણમાં Sharda Musical Fest -2023 નુ આયોજન

સુરતઃ શ્રી શારદા વિદ્યામંદિર | SHARDA ENGLISH ACADEMY વિધાર્થીઓ તથા વાલી અને શિક્ષકો માટે હંમેશા નવા નવા આયામો દ્વારા તેમને મોટીવેશન અને માર્ગદર્શન ખાપવાનું કાર્ય શાળા મેનેજમેન્ટ હમેશા કરે છે. વિદ્યાર્થીઓમાં છપાયેલા જુદા-જુદા સૌશલ્યને બહાર લાવી તેમની પ્રતિભાને સ્ટેજ પર લાવી પ્રદર્શિત કરવા માટે સંજીવકુમાર ઓડિટોરીયમ પાલ અડાજણમાં Sharda Musical Fest -2023 નુ આયોજન થયેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ જુના તથા નવા ફિલ્મીગીતો, ગુજરાતી ગીતો, પ્રાર્થના, ગઝલ વગેરેની સુંદર રજુઆત સ્ટેજ પર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લાગ્યા હતા, ગુજરાત રાજયના રાજય કક્ષાના માનનીય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતુ, અન્ય મહેમાન એવા સમાજ શ્રેષ્ઠીશ્રી કાનજીભાઇ ભાલાળા જેમનું હાલમાં રાષ્ટ્રપતિ ચંદ્રક થી રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થયેલ હતુ જેમને શાળા મેનેજમેન્ટ દ્વારા સન્માનીત કર્યા હતા જેમણે વિધાર્થીઓને પ્રેરણાત્મક પ્રવચન દ્વારા તેમની પ્રતિભાને હજુ આગળ સુધી વિશ્વ ફલક પર નામનો પ્રાપ્ત થાય તેવા આર્શિવાદ આપ્યા હતા.
અન્ય મહેમાન અમિતાબેન વાનાણી DCP ટ્રાફિકશાખા સુરત તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષશ્રી બાબુભાઇ રાદડિયા અને સુરત શહેર આચાર્યસંઘના પ્રમુખ રીટાબેન ફૂલવાલા પણ ઉપસ્થિત રહયા હતા અને તેમણે તમામ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં શાળા ના પ્રમુખશ્રી ઝીણાભાઇ ખેની સાહેબ, ઉપપ્રમુખશ્રી હર્ષદભાઇ માવાણી, મંત્રી સાજીભાઇ પટેલ, સંચાલક જૈમિનભાઇ પટેલ અને બન્ને માધ્યમના આચાર્યશ્રી તયા ઉપાયાર્યઓ અને એચ.ડી તથા સમગ્ર સ્ટાફે તમામ વિધાર્થીઓ અને વાલીશ્રીનો તથા ઓરફેટ્રા ના તમામ આર્ટીસ્ટોની આભાર માન્યો હતો, શાળાના સંચાલકશ્રીએ તમામ કાર્યક્રમને સફળ બનાવનાર વિધીબેન પટેલ, મિતાક્ષીબેન પટેલ, રોહિતભાઈ પ્રજાપતિ અને મુકેશભાઇ સોલંકી તથા તમામ લીડર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા.