સ્પોર્ટ્સ

એએમ/એનએસ ફૂટબોલ લીગનો પ્રારંભ

હજીરા-સુરતઃ આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ (એએમ/એનએસ ઈન્ડિયા) ની ફૂટબોલ લીગનો હજીરા ખાતે મંગળવારે પ્રારંભ થયો છે.

ફૂટબોલ લીગની શરૂઆત એએમ/એનએસ ઇન્ડિયાના HR, IR અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ અનિલ માટુ, હજીરા પ્લાન્ટના હેડ સંતોષ મુંધડા અને અન્ય વરિષ્ઠ મેનેજમેન્ટની હાજરીમાં એએમ/એનએસ ટાઉનશિપના સેન્ટ્રલ ગ્રાઉન્ડ ખાતે સાંજે 6:30 કલાકે થયો હતો.

આ લીગનો પ્રારંભ ટુર્નામેન્ટની પ્રથમ મેચ બે મહિલા ટીમ વચ્ચે રમવામાં આવી હતી, જ્યારે બીજી મેચમાં સિનિયર લિડર્સ ટીમ એકબીજાની સામે મેચ રમ્યા હતા.

બુધવારથી શરૂ કરીને એએમ/એનએસ ઈન્ડિયાના હજીરા ખાતેના સુસંકલિત સ્ટીલ સંકુલના અલગ અલગ વિભાગોની 16 ટીમ દ્વારા 12 મેચ રમવામાં આવશે. દરેક મેચ 40 મિનિટની રહેશે અને સાંજના સમયે રમવામાં આવશે. આ લીગનું સમાપન શનિવાર, 21 મેના રોજ થશે. એએમ/એનએસ ઈન્ડિયા, હજીરાના કુલ 246 કર્મચારીઓ આ લીગમાં ભાગ લઈ રહયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button