ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લક્ષ્યઅર્જુન “પ્રતિભાશાળી વિધાર્થી સન્માન સમારોહ” આયોજિત
ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ આયોજીત “ લક્ષ્યઅર્જુન-૨’ પ્રિ-બોર્ડ પરિક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ/કોમર્સના 1200 જેટલા વિદ્યાર્થી નું પરિણામ જાહેર કર્યા બાદ ધોરણ 10 ના ટોપ 25 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 ના ટોપ 15 વિદ્યાર્થીઓ નું “પ્રતિભાશાળી વિધાર્થી સન્માન સમારોહ” યોજવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી સાથે તેમના માતા-પિતા તેમજ શિક્ષક સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા,ટ્રોફી,તેમજ સ્કોલરશીપ અને ઇનામો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
તેમજ આવનારી માર્ચ-૨૦૨૩ બોર્ડની પરીક્ષામાં તેમજ ભવિષ્યમાં તમામ લક્ષ્યને પાર પાડો અને આપની કારર્કિદી ઊજ્જવળ બનાવો તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરો તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ પરિવાર તરફથી આપવામાં આવી હતી.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા ઉપરોકત ઇનામોની સાથે સાથે ધોરણ 10 ના 600 જેટલા તમામ વિદ્યાર્થીને ધોરણ 11 સાયન્સ/કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ માટે 25%,50%અને100% જેટલી સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી હતી. તેમજ શાળાના કેમ્પસ ડારેકટર આશિષ વાઘાણી દ્વારા બોર્ડ પરીક્ષા બાદ તારીખ 10 એપ્રિલ 2023 થી બ્રિજકોર્સ વિનામૂલ્યે શરૂ થશે તેવી જાહેરાત કરી હતી.
શાળા ના આચાર્ય દ્વ્રારા આ પરીક્ષા નો સફળતાનો શ્રેય શાળાના તમામ શિક્ષકો,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનકરો ને આપ્યો હતો.