ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્યઅર્જુન-4 પ્રિ-બોર્ડ પરીક્ષા-2025 નો ઉત્સાહ પૂર્વક આરંભ
“એકમાત્ર જીદ એટલે જ લક્ષ્યઅર્જુન-4 પ્રિ-બોર્ડ પરીક્ષા”

સુરતઃ ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા આયોજીત “ લક્ષ્યઅર્જુન-4’ પ્રિ-બોર્ડ પરિક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ/કોમર્સના 1800 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ગુરુવાર થી શરુ થતી પરિક્ષામાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પરીક્ષા આપેલ છે. જેમાં બાળકો દ્વારા ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષામાટેની પૂર્વ તૈયારી કરી હતી.
આ કાર્યકમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજણ,વેસુ,ઓલપાડ,કતારગામ,ડભોલી,વરાછા,તાડવાડી, નાનપુરા જેવા વિસ્તાર માંથી રજીસ્ટ્રર થયેલ અને સાથે તેમના માતા-પિતા તેમજ શાળાના શિક્ષક સ્ટાફ અને આચાર્ય પણ હાજર હતા. આવનારી માર્ચ-૨૦૨૫ બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલ લક્ષ્યને પાર કરે અને તેમની કારર્કિદી ઊજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ પરિવાર તરફથી આપવામાં આવી હતી.
આ લક્ષ્ય અર્જુન પ્રિ બોર્ડ પરિક્ષાની લોકચાહના અને સફળતાની સાથે સાથે આ પરિક્ષા સુરત ના ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલના સેન્ટર ઉપરાંત મોરબી,રાજકોટ,ભાવનગર,ભરૂચ અને ડાંગ જીલ્લામાં પી પી સ્વામી સંચાલિત શાળામાં પણ નક્કી થયેલ તારિખ અને સમયે એક સાથે કુલ ૨૮૦૦ થી પણ વધુ વિદ્યાર્થી પરિક્ષા આપશે અને નજીકના દિવસોમાં બોર્ડ જેમ જ બાહ્ય મૂલ્યાંકનની કાર્યવાહી કરી ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અમલમાં આવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ ના આધારે બોર્ડ માં વિદ્યાર્થી કેટલા ટકા(%) સુધી માર્ક મેળવી પોતાનો લક્ષ્ય પાર પાડી શકે છે તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણેજ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે બાળકો ખુબજ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિક પગલાં (સુસાઇટ)નહિ ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી પરંતુ હજુ ગણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવાં શુભેચ્છા પાઠવી હતી.
શાળા ના આચાર્ય ડૉ વિરલ એમ નાણાવટી અને માલ્કમ પાલીયા દ્વ્રારા આ પરીક્ષામાં પરીક્ષા નિયામક,ઝોનલ અધિકારી,કેન્દ્રનિયામક,બારકોડ અને ખાખી સ્ટીકર ની સાથે સાથે 01,02,03 પત્રક અને બોર્ડ પ્રમાણેજ ઉતરવહી વિશેની માહિતી વિદ્યાર્થીને પૂરી પડાઈ હતી.
શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીને આ પરીક્ષાની મદદથી બોર્ડમાં “ટાઇમ મેનેજમેંટ” નું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું.