એજ્યુકેશન
જ્ઞાનદીપ વિદ્યાલય. HSC માર્ચ-2022 નું ઝળહળતું પરિણામ
મહાલક્ષ્મી સોસાયટી , યોગીચોક માં આવેલી શાળા જ્ઞાનદીપ વિદ્યાલય માં ધોરણ-12 કોમર્સનું 97% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેમાં A1 ગ્રેડ-10, A2 ગ્રેડ-28 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. સાવલીયા નિશા સંજયભાઈ એ 4 વિષય (Economics ,B.A ,Stat.,Account )માં 100 માંથી 100 ગુણ મેળવેલ છે ઉપરાંત A1 ગ્રેડ મેળવનાર સુરતની Top 10 શાળાઓ માં 6th Rank જ્ઞાનદીપ વિદ્યાલયે મેળવેલ છે
વર્ષ 2001થી શરૂ થયેલ શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરતી શાળા જ્ઞાનદીપ વિદ્યાલય દ્વારા યોગ્ય વાતાવરણ, શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનત આ ત્રણેયના ત્રિવેણી સંગમથી વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે ત્યારે શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.