એજ્યુકેશન
જ્ઞાનદીપ વિદ્યાલયનું ધો: 10 નું ઉત્કૃષ્ટ પરિણામ
મહાલક્ષ્મી સોસાયટી, યોગી ચોક સ્થિત જ્ઞાનદીપ વિદ્યાલયનું ધો: 10 નું 90 % જેટલું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે . જેમાં એ -1 ગ્રેડ -9 , એ -2 ગ્રેડ -32 વિદ્યાર્થીઓએ મેળવેલ છે . જેમાં રિબડીયા પ્રિયંશ અને ગોટી હિતેન આ બંને વિદ્યાર્થીઓએ 99.84 PR સાથે 95.33% મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. વર્ષ 2001 થી શરૂ થયેલ શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરતી શાળા જ્ઞાનદીપ વિદ્યાલય દ્વારા યોગ્ય વાતાવરણ, શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતથી જ્વલંત સફળતા મેળવેલ છે.ત્યારે શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે .