એજ્યુકેશન

ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કેજીના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ યોજાયો

સુરત: સુરતની ખ્યાતનામ ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કેજી-2ના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન પ્રોગ્રામનું યોજાયો હતો. જેમાં સ્કૂલના કિન્ડરગાર્ટનથી પ્રાથમિક વિભાગમાં જય રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થાકી બાળપણના શિક્ષણમાં તેમની યાત્રા, વિકાસ અને સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ઉષ્માભર્યા સ્વાગતથી થઈ, ત્યારબાદ આચાર્ય દ્વારા પ્રેરણાદાયી ભાષણ આપવામાં આવ્યું, જેમણે પાયાના શિક્ષણના મહત્વ અને યુવાન મનને ઘડવામાં માતાપિતા અને શિક્ષકોની ભૂમિકા વિશે વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પદવીદાન સમારોહ હતું, જ્યાં નાના સ્નાતકો, સુંદર ગ્રેજ્યુએશન ગાઉન અને કેપ્સ પહેરીને, આત્મવિશ્વાસપૂર્વક તેમના પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા માટે સ્ટેજ પર આવ્યા હતા.

ઉજવણીના આકર્ષણમાં વધારો કરતા, વિદ્યાર્થીઓએ ડાન્સ અને સોંગ્સની સાથે નાટક રજુ કર્યું હતું. માતાપિતા અને શિક્ષકો સહિત પ્રેક્ષકો બાળકોને જોઈને ખુબ જ ઉત્સાહિત થઇ ગયા હતા, આ યુવાન વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને ઉત્સાહને જોઈને સૌકોઈ ચકિત રહી ગયા હતા. બાળકોના ઉછેરમાં સતત સહયોગ અને સમર્પણ બદલ માતા-પિતા, શિક્ષકો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

નાના સ્નાતકોના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ, નાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણના વર્ષોમાં તેમની રોમાંચક સફર શરૂ કરવા, તેમના કિન્ડરગાર્ટનના દિવસો દરમિયાન પ્રાપ્ત થયેલા મૂલ્યો અને કૌશલ્યોને આગળ ધપાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button