જિલ્લા એજ્યુકેશન ફેસ્ટિવલ-2022 માં શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળાનો નવતર પ્રયોગ “વિવિધ પ્રવૃતિદ્વારા રાષ્ટ્રપ્રેમ”ની ઝલક
જિલ્લા એજ્યુકેશન ફેસ્ટિવલ-2022 માં પ્રસ્તુત કરાયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે કન્યા શાળા ક્રમાંક 47 ઈશ્વરપરા નવાગામ સુરત ખાતે ધોરણ-7 માં શિક્ષક શ્રી મહેન્દ્ર ખૈરનાર દ્વારા એક નવતર પ્રયોગ કરાઈ રહ્યો છે. જે જિલ્લા એજ્યુકેશન ફેસ્ટિવલ-2022 માં પ્રસ્તુત કરાયો. જ્યાં સુરતના ઉદ્યોગપતિ અને પ્રેરક પ્રવક્તા શ્રી સવજીભાઈ ધોળકિયા સાહેબદ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું.
આ પ્રયોગમાં બાળકો શાળા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમ કે નેતાઓ અને ક્રાંતિકારીના ક્રાફટ ચિત્રો,વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓમાંથી ચિત્રોપર માહિતી ,રંગોળી અને નિબંધ લેખન વગેરે. જેથી બાળકોમાં વધારે રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તેમજ તેઓ આપણા ભારતના સ્વતંત્ર સેનાનીઓ અને મહાન ક્રાંતિકારી,મહાન મહિલાઓ,રાષ્ટ્રીય પ્રતિકો વગેરે વિશે જાણે. તે હેતુથી આ નવતર પ્રયોગ કરાઈ રહ્યો છે. જે બાળકોમાં રાષ્ટ્રપ્રેમના ગુણ વિકસાઈ રહ્યો છે.આ નવતર પ્રયોગ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે.