સુરત
યુથ કોંગ્રેસ દ્વારા મીણબત્તી પ્રગટાવીને સચિન જીઆઈડીસી દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ઝેરી કેમિકલના ચપેટમાં આવી ૬ કામદારોના મોત થયા હતા
સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં ૬ જાન્યુઆરીના રોજ ઝેરી કેમિકલના ચપેટમાં આવી ૬ કામદારોના મોત થયા હતા અને ૨૩ જેટલા શ્રમજીવીઓને ઝેરી કેમિકલની ગંભીર અસર થઈ હતી જેઓની સારવાર ચાલી રહી છે. શવિનારે સાંજે યુથ કોંગ્રેસ દ્વારા વિવેકાનંદ સર્કલ ખાતે મીણબત્તી પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાન, સુરત શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીષમ કોન્ટ્રાક્ટર, પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી જલ્પા ભરૂચી, મુકદદર રંગુની, રોહિત સાવલિયા, ચંદુ સોજીત્રા, અવધેશ મૌર્ય, વિશાલ સોનાવણે, ક્રિશ સોપરીવાલા, કલ્પેશ રાણા, સમીર કાગજી, પ્રિન્સ પાંડે સહિત યુથ કૉંગ્રેસના અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.