એજ્યુકેશન

વિદ્યાર્થી મંથન ટેલેન્ટ સર્ચ એક્ઝામમાં અર્ચના વિદ્યા નિકેતતની સિદ્ધિ

દેશભરની અનેક શાળાઓ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી

સુરત. વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળાના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ કેળવાય તેમજ વિજ્ઞાન ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાનથી માહિતગાર થાય તે હેતુથી દેશની શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ જેવી કે ISRO, DRDO, CSTR, BARC દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાષ્ટ્રવ્યાપી “સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ”  વિદ્યાર્થી મંથન (VVM) ૨૦૨૦-‘૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દેશભરની અનેક શાળાઓ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. આ કવિઝમાં અર્ચના વિદ્યા નિકેતનના બાળકોને ભાગ લેવાની તક મળી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષક રાજેશભાઈ જીંજાળા અને દ્રષ્ટિબેન વડાલીયા તથા શાળા પરિવાર દ્વારા બાળકોને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ V.V.M ક્વિઝ પાસ કરનાર બાળકોને રાષ્ટ્રીય લેવલના સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું છે. શાળાના બાળકો આવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરિત થાય તે માટે શાળાના આચાર્યશ્રી રજીતાબેન તુમ્મા , ટ્રસ્ટીશ્રી ધીરુભાઈ પરડવા તથા શાળા પરિવાર એ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button