જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે અટલ ટિંકરિંગ લેબોરેટરી નું ઉદ્ઘાટન કર્યું
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો
સુરત, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) દ્વારા આજે અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા વિજ્ઞાન પ્રત્યેની તેમની રૂચિ પ્રદર્શિત કરી હતી.
ભારતમાં એક મિલિયન બાળકોને નિયોટેરિક ઇનોવેટર્સ તરીકે વિકસિત કરવાના દ્રષ્ટિકોણ સાથે અટલ ઇનોવેશન મીશન સમગ્ર ભારતમાં અટલ ટિરકિંગ લેબોરેટરિઝ (એટીએલ) સ્થાપી રહ્યું છે. અટલ ઇનોવેશન મીશન (એઆઇએમ) દેશભરમાં ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગ દ્વારા સ્થાપિત એક મહત્વપૂર્ણ પહેલ છે. જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ અટલ ટિકરિંગ લેબોરેટરીની સ્થાપના સાથે બાળકો વચ્ચે વૈજ્ઞાનિક અભિગમ, ઇનોવેશન અને રચનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે એક માહોલ બનાવવા માટે ભારત સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવનાર પૈકીની એક છે.
આ પ્રસંગે ચીફ ગેસ્ટ શ્રી જી એન કાકડિયા અને ગેસ્ટ ઓફ ઓનર શ્રી મનસુખલાલ બી. નારિયા ઉપરસ્થિત રહ્યાં હતાં. તેમણે દીપ પ્રાગટ્ય અને સન્માન સમારોહ બાદ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંન્નેએ સાયન્ટિફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માઇક્રોઇલેક્ટ્રોનિક મોડલ્સ રજૂ કરીને દર્શકોને આશ્ચર્યમાં મૂક્યાં હતાં.
ચીફ ગેસ્ટ, ગેસ્ટ ઓફ ઓનર અને પ્રિન્સિપાલ દ્વારા કરાયેલા પ્રેરક સંબોધનથી ઉપસ્થિતિ દરેક વ્યક્તિને ખૂબજ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઇ હતી. આ પ્રસંગે ચીફ ગેસ્ટે યુવાનો વચ્ચે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા ઉપર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે યુવાનો એટીએલમાં સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરીંગ અને મેથ)ના ખ્યાલો સમજવા માટે ટુલ્સ અને સાધનો ઉપર કામ કરવાની તક પ્રાપ્ત કરશે.
આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ ડો. શિલ્પા ઇન્દોરિયાએ જણાવ્યું હતું કે, એટીએલ યુવાનોના વિચારોને યોગ્ય દિશા આપવામાં તેમજ ઇનોવેશન સ્કિલ્સ સમજવામાં અને જીવનમાં આગળ વધવામાં ઉપયોગી બની રહેશે.