સુરત હેલ્થ વર્કર અને 60 વર્ષથી ઉપરના ને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ
પહેલા દિવસે પ્રિકોશન ડોઝ લેવા માટે લોકોની ભીડ જોવા મળી

સુરત શહેરના 39 સેન્ટરો પરથી પ્રીકોશન ડોઝની શરૂઆત થઈ છે. બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (કોમોબીડીટી), તમામ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને આ ડોઝ અપાઈ રહ્યો છે. લોકોએ કોવિન પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કરવાની કોઈ જ જરૂર નથી. સીધો જ બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. રસીકરણની શરૂઆતમાં પહોંચેલા મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું કે,ગભરાવાની જરૂર નથી. તમામ લોકો રસી લે તે જરૂરી છે. અફવામાં પણ આવવાની જરૂર નથી. પહેલા દિવસે પ્રિકોશન ડોઝ લેવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.
આજે 30 વેક્સીનેશન સેન્ટર પરત કોવીડશિલ અને નવ વેક્સીનેશન સેન્ટર પરથી કો વેક્સીન આપવાનું શરૂ કરાયું છે. કેટલીક જગ્યાએ વેક્સિન લેવા માટે આવતા વડીલોએ ભીડ કરતા સોશિયલ ભૂલાયું હતું. બીજો ડોઝ લીધા હોય અને 39 અઠવાડિયા થયા હોય તેવા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.