એજ્યુકેશન

ધોરણ 9 10 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન ડ્રાઇવ નું આયોજન

બાળકોને વેક્સિનેશન ઉપરાંત સેલ્ફી ઝોન અને પતંગ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન

સુરત, તારીખ 10/01/2022 ને સોમવારના રોજ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉગત કેનાલ રોડ, અડાજણ દ્વારા ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ, અને CBSE માધ્યમના ધોરણ ૯ થી ૧૨ના ૧૩૬૯ જેટલા બાળકોને વેક્સિનેશન પુરુ પાડવામાં આવ્યું હતું. વધુમાં આ બાળકોને વેક્સિનેશનનો ભય દૂર રહે તે હેતુથી શાળાના ટ્રસ્ટીશ્રી કિશનભાઇ માંગુકિયા, શાળાના આચાર્ય  તુષારભાઈ પરમાર અને  ધર્મેશભાઈ જોશી દ્વારા બાળકોને વેક્સિનેશન ઉપરાંત સેલ્ફી ઝોન અને પતંગ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં વેક્સિનેશન બાદ બાળકોને આરોગ્યવર્ધક નાસ્તો પુરો પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શાળાના વાલીઓનો ઉત્સાહ પણ અનેરો હતો અને તેમના દ્વારા આ વેક્સિનેશન કાર્યક્રમ ને બિરદાવવા માં આવ્યો હતો. શાળાના કેમ્પસ ડિરેક્ટર  આશિષભાઈ વાઘાણી દ્વારા વાલી અને બાળકોને વેક્સિનેશન બાદ શાળા નું આયોજન અને કઈ રીતે કાળજી રાખવી તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અંતે આ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કરવા બદલ SMC ના ઝોનલ દ્વારા શાળા મેનેજમેન્ટને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સુરતમાં એક માત્ર શાળા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ એવી છે કે જ્યાં 100 ટકા બાળકોને વેક્સિનેશન ડ્રાઈવ નો લાભ આપવામાં આવ્યો હતો.જેમાં લગભગ 100 જેટલા શાળાનાં કર્મચારીઓ અને SMC ના 50 જેટલા કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button