એજ્યુકેશન
મરાઠી સાહિત્ય સંઘ ,સુરતદ્વારા કવિઓ અને લેખકોને જોડવવાનું આવહાન
કવિઓ અને લેખકો માટે પ્રોત્સાહન અને પ્રેરણા મળે એ હેતુથી એક સભાનું સુંદર આયોજન કર્યું
ખાનદેશ સાહિત્ય સંઘ પ્રેરિત “મરાઠી સાહિત્ય સંઘ” દ્વારા આજે મરાઠી સાહિત્યમાં સર્જન કરતા નવનવીન કવિઓ અને લેખકો માટે પ્રોત્સાહન અને પ્રેરણા મળે એ હેતુથી એક સભાનું સુંદર આયોજન કર્યું. જેમાં ખાનદેશ સાહિત્ય સંઘના સુરત શહેરના અધ્યક્ષશ્રી જીતેન્દ્રભાઈ બહારે અને સચિવશ્રી વિકાસભાઈ પાટીલ ઉપસ્થિત હતા.
જ્યાં સુરત જિલ્લાના તમામ કવિઓ,લેખકો અને સાહિત્યકારો એકત્રિત થયા. દરેક કવિઓએ પોતપોતાનું મંતવ્ય રજૂ કર્યું. તેમજ ગુજરાત સુરતમાં મરાઠી સાહિત્યનું સર્જન થાય અને કવિતાઓ,લેખોનું સુંદર અજવાળું પ્રકાશિત થાય એ હેતુથી આ સભાનું આયોજન કરવામાં આવ્યું.જેથી મરાઠી કવિઓ અને લેખકોને પ્રેરણા અને ખુબ પ્રોત્સાહન મળશે એવો ઉત્તમ પ્રયાસ થઈ રહ્યો છે.