સુરત

દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારો ‘સીટેક્ષ એકઝીબીશન’ની મુલાકાતે આવતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળવાનો આશાવાદ

 છેલ્લો દિવસ, માત્ર બીટુબી બાયર્સને જ પ્રવેશ અપાઇ રહયો છે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિતસુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર યોજાયેલા ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’એકઝીબીશનમાં ગુજરાતમાંથી જ નહીં પણ દેશના જુદા–જુદા રાજ્યો અને શહેરોમાંથી બાયર્સ મુલાકાતે આવી રહયા છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતનો કાપડ ઉદ્યોગ હવે નવી ઊંચાઇએ પહોંચવા તથા વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનવા માટે અદ્યતન ટેકનોલોજી અપનાવી રહયો છે. ટેકસટાઇલ ઉદ્યોગકારોને પણ હવે પોતાના બિઝનેસના ડેવલપમેન્ટ માટે અદ્યતન ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત ઉભી થઇ છે. આથી નવી ટેકનોલોજીથી ઉદ્યોગકારોને અવગત કરાવવા માટે ચેમ્બર દ્વારા ટેકસટાઇલ મશીનરી અને એન્સીલરીઓ સાથેનું વિશાળ પ્રદર્શન યોજાયું છે. જેમાં ‘આત્મનિર્ભર ભારત’ના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ તેમજ યુરોપિયન મશીનરીઓ પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

સમગ્ર દેશમાં માત્ર હાલ સુરત શહેરમાં જ ટેકસટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ એકઝીબીશન ચેમ્બર દ્વારા યોજાયું છે. આથી દેશના વિવિધ રાજ્યો અને શહેરો જેવા કે ઇચ્છલકરંજી, ઇરોડ, લુધિયાણા, ભાગલપુર, બેંગલુરુ, ભીલવાડા, ભોપાલ, ચેન્નાઇ, સેલવાસ, નંદુરબાર, નાશિક, સેલમ, વારાણસી, ભીવંડી, કોડીનાર, તિરૂપુર, મુંબઇ, દિલ્હી, કોલકાતા, ગુડગાવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કાલવા, કલ્યાણ, નવી દિલ્હી, નોઇડા અને ઠાણેથી બાયર્સ આ પ્રદર્શનમાં અદ્યતન મશીનરીઓ જોવા માટે આવી રહયા છે. આથી એકઝીબીટર્સને ખૂબ જ સારો બિઝનેસ મળવાની આશા સેવાઇ રહી છે.

અત્રે નોંધનીય છે કે, ચેમ્બર દ્વારા કોવિડ– ૧૯ ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહયું છે. માસ્ક તથા હેન્ડ સેનીટાઇઝરની વ્યવસ્થા ચેમ્બર દ્વારા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહયું છે. કોવિડ વેકસીનના બે ડોઝ લેનારા બાયર્સને જ પ્રદર્શનમાં પ્રવેશ આપવામાં આવી રહયો છે. સાથે જ એકઝીબીશન સેન્ટરની ૧/૩ કેપેસિટી મુજબ જ બીટુબી બાયર્સને પ્રવેશ આપવામાં આવી રહયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button