સુરતમાં પહેલી વાર દુનિયાના સૌથી લાંબા ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટિવલનું આયોજન
15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં મ્યુઝીક , ડાન્સ અને ફુડની મજા સુરત જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના લોકો માણશે
સિંગર લકી અલી, આંતરરાષ્ટ્રીય કલાકાર કિંગ અને રોજ અલગ અલગ થીમ પર સુરતીઓ વિશ્વ પ્રખ્યાત ડીજેની તાલ પર જુમી ઉઠશે
વડોદરા શહેરમાં મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ સુરતમાં આવી રહ્યો છે ધ ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટીવલ. એક મહિના સુધી ચાલનારા આ ફેસ્ટિવલ સેલિબ્રિટી આર્ટીસ્ટ , ડેરડેવિલ એક્ટ, લાઇવ બેન્ડ અને રોજ નવા ખ્યાતનામ ડિજે 30 દિવસ સુધી લોકોનું મનોરંજન કરશે.
આયોજક અનુગ્રહ ઇવેન્ટસ એલએલપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતના ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલ જોલી પાર્ટી પ્લોટના બે લાખ સ્કેવર ફીટ ઇવેન્ટ એરીયામાં ટેસ્ટ ઓફ સુરત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટના કોર્નર પર એક ભવ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાના કોન્સર્ટ સમાન સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે જેની સજાવટ અને લાઇટિંગ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના તૈયાર કરવામાં આવી છે. વેન્યૂ પર અનેક આકર્ષણ પણ તૈયાર કરવામાં આવશે જેમાં એલઇડી ટનલ અને ફૂડ ઝોન પણ લોકોનું કેન્દ્ર બનશે.
આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આયોજિત આ કાર્નિવલમાં જાણીતા સિંગર લકી અલી, વિશ્વ પ્રખ્યાત કિંગ તેમજ સચીત-પરંપરા પોતાની આગવી અદાથી લોકોને ઝુમાવશે. તેમજ રોજ અલગ અલગ જાણીતા ડીજે દ્વારા અલગ અલગ ઇન્ડો વેસ્ટર્ન થીમ પર લોકોને થીરકાવશે. એક મહિનામાં દોઢ લાખ લોકો આ ઇવેન્ટમાં પાર્ટ લેશે તેવી અમારી ધારણા છે.
વડોદરામાં આયોજિત ટેસ્ટ ઓફ બરોડાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. વડોદરાના લોકોએ જે પ્રેમ આ ફેસ્ટિવલને આપ્યો છે સુરતના ફેસ્ટિવલ પ્રેમી લોકો ટેસ્ટ ઓફ સુરતને એનાથી વધારે પ્રેમ આપશે એવો અમને વિશ્વાસ છે.