ટી એમ પટેલ ઇન્ટરેશનલ સ્કૂલના બાળકોને બેકરી શોપની મુલાકાત એ લઈ જવાયા

સુરત: સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના નર્સરીના વિદ્યાર્થીઓને શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ સંતોષ બેકરીમાં મુલાકાત અર્થે લઈ જવામાં આવ્યા હતા. અહી બાળકોએ વિવિધ બેકરી પ્રોડક્ટ જેવી કે વિવિધ બ્રેડ, કેક, બિસ્કીટ અને અવનવી પ્રોડક્ટ કેવી રીતે બને છે એ જાણ્યું હતું. જેની સાથે નાના નાના બાળકો એ બેકરીમાં કેવી રીતે હાઇજીન દ્વારા વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી મેળવી હતી.
નાના બાળકોને બેકારીના સ્ટાફ એ પણ ઉમળકાભેર આવકાર્ય હતા. વધુમાં સ્કૂલ દ્વારા બાળકો માટે ઇન્ડોર એક્ટિવિટી ની સાથે આવી આઉટડોર એકટીવિટી દ્વારા તેમના માનસિક અને શારીરિક વિકાસ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. સ્કૂલના સ્ટાફ એ પણ પણ આ ટ્રીપમાં બાળકો સાથે ખૂબ એન્જોયમેન્ટ કર્યું હતું. છેલ્લે બાળકોએ કેક પણ કાપ્યો હતો અને બધા બાળકો એ સ્વાદિષ્ટ કેકની મજા માણી હતી.