સુરત

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા ખાતે ઉજવણી કરી

આ ઉજવણીમાં આદિવાસી બહેનો અને હજીરા કાંઠા વિસ્તારની બહેનોએ ભાગ લીધો હતો

ઉમરપાડા, ગુજરાત – 8મી માર્ચ, 2024 ના રોજ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી કરતાં અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “એક્સેલરેટ એક્શન”ને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લિંગ સમાનતા હાંસલ કરવા અને મહિલાઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં અવરોધતા અવરોધોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો હતો.

આ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી ફરજખાન એમ પઠાણ, આદિજાતિ અને મહિલા અને બાળવિકાસ સમિતિ અધ્યક્ષ દરિયાબેન વસાવા, સુપરવાઇઝર ICDS દરિયાબેન વસાવા, તાલુકા પંચાયતના દંડક મોગરાબેન વસાવા, મહિલા મોરચા પ્રમુખ મમતાબેન વસાવા, બ્રહ્મકુમારી બી.કે. મીનાકુમારી દીદી, તાલુકા પંચાયતના સભ્ય શારદાબેન ચૌધરી, યુનિટ સી.એસ.આર. હેડ શીતલબેન પટેલ અને સામાજિક કાર્યકર મોગરબેન વસાવા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

ચોખવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય અને આદિવાસી નૃત્ય રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ ઉજવણી દરમિયાન, અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા અને હજીરાના ૧૩ સ્વ-સહાય જૂથોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વસહાય જૂથને મજબૂત બનાવવાના તેમના પ્રયત્નો બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ જૂથોએ પોતાની સફર વર્ણવી પોતાના અનુભવા કહ્યા હતા. જેથી અન્ય મહિલાઓને પ્રેરણા મળી શકે. મહિલાઓએ ઉજવણીના ભાગરૂપે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને અદાણી ફાઉન્ડેશન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અદાણી ફાઉન્ડેશન હજીરા મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને ખીલવવા માટે વિવિધ કાર્યક્રમો અને પહેલો દ્વારા પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button