બિઝનેસ

સેમસંગ દ્વારા નવી ડિઝાઈન અને મોન્સ્ટર પરફોર્મન્સ સાથે ભારતમાં ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G લોન્ચ કરાયા

ગેલેક્સી પરિપૂર્ણ 5G પૂરો પાડીને સર્વ ટેલિકોમ ઓપરેટર્સમાં 12 5G બેન્ડ્સને ટેકો આપે છે

ગુરુગ્રામ, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અનેક સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે બે મોન્સ્ટર ડિવાઈસીસ ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G લોન્ચ કરવામાં આવ્યા. અત્યંત લોકપ્રિય ગેલેક્સી M સિરીઝમાં નવીનતમ ઉમેરો, સ્ટાઈલ અને અત્યાધુનિક ઈનોવેશન્સનું આકર્ષક સંયોજન પ્રદાન કરીને દરેક ગ્રાહકો માટે નવી શક્યતાઓની ખાતરી રાખે છે.

“ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G મોન્સ્ટર ઈનોવેશન્સ અને પરફોર્મન્સ સાથે આવે છે, જે M સિરીઝની ટ્વિન લીગસી છે. નવી ડિઝાઈન સાથે આ ડિવાઈસીસ સ્ટાઈલ અને પરફોર્મન્સ વધુ બહેતર બનાવવા માટે ઘડવામાં આવ્યા છે, જેમાં મિડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર, ઓપરેટર્સમાં ફુલ 5G સપોર્ટનો સમાવેશ થાય છે. ગેલેક્સી M16 5Gએ સેગમેન્ટમાં અવ્વલ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે, OS અપગ્રેડ્સની છ જનરેશન્સ અને ટેપ એન્ડ પે ફંકશનાલિટી સાથે સેમસંગ વોલેટ રજૂ કરવા સાથે નવું બેન્ચમાર્ક પણ સ્થાપિત કર્યું છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસને જનરલ મેનેજર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.

મોન્સ્ટર ડિસ્પ્લે

ગેલેક્સી M16 5Gમાં સેગમેન્ટમાં અવ્વલ 6.7” ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે છે, જે ઉચ્ચ ગુણવત્તાનો કલર કોન્ટ્રાસ્ટ પૂરો પાડીને રોમાંચક વ્યુઈંગ અનુભવ આપે છે. ગેલેક્સી M16 5G એડપ્ટિવ હાઈ બ્રાઈટનેસ મોડ સાથે આવે છે, જે ઉપભોક્તાઓ ઊજળા સૂર્યપ્રકાશ હેઠળ પણ ઉપભોક્તાઓ તેમની ફેવરીટ કન્ટેન્ટ માણી શકે તેની ખાતરી રાખે છે. ગેલેક્સી M06 5Gમાં 6.7” HD+ ડિસ્પ્લે છે, જે આઉટડોર સેટિંગ્સમાં પણ સોશિયલ મિડિયા ફીડ્સ થકી સ્ક્રોલિંગ કરવાની અનુકૂળતા આપે છે, જે ટેક-સાવી જન અને Z અને યુવા પેઢીના ગ્રાહકો માટે ઉત્તમ છે.

મોન્સ્ટર ડિઝાઈન

ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5Gમાં નવા લાઈનિયર ગ્રુપ્ડ કેમેરા મોડ્યુલ સાથે સંપૂર્ણ નવી ડિઝાઈન છે, જે બોલ્ડ છતાં સંતુલિત કલર પેલે ધરાવે છે અને બહેતર ફિનિશને કારણે તે દેખાવમાં આકર્ષક અને નવા પ્રવાહના લાગે છે. બંને ડિવાઈસીસ સ્લીક અને અતુલનીય એર્ગોનોમિક છે. ગેલેક્સી M16 5G ફક્ત 7.9mm સ્લિમ છે, જ્યારે ગેલેક્સ M06 5G ફક્ત 8mmના છે. ગેલેક્સી M16 5G ત્રણ બોલ્ડ અને તાજગીપૂર્ણ રંગો- બ્લશ પિંક, મિંટ ગ્રીન અને ઠંડર બ્લેકમાં મળશે, જ્યારે ગેલેક્સી M06 5G સેજ ગ્રીન અને બ્લેઝિંગ બ્લેક સાથે તમારી સ્ટાઈલની નવી ઊંચાઈએ લઈ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button