ગુજરાતબિઝનેસ

સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (ટીટીએફ) નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ

ગાંધીનગરતા.23 ઓગષ્ટ, 2023      : અત્યાર સુધીના સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનો મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબીશન સેન્ટર, ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. આ વર્ષનું TTF 2023 આગામી પ્રવાસની સીઝન માટે પાયો સ્થાપિત કરે છે, જ્યાં ઘણી અપેક્ષાઓ છે કારણ કે તે પ્રવાસ અને પ્રવાસન સમુદાય દ્વારા સહયોગપૂર્ણ પ્રમોશનની અભૂતપૂર્વ ડિગ્રી દર્શાવે છે.

ટીટીએફ 2023ને દિવાળીના વેકેશનના પ્રવાસની મોસમ પહેલાંનો આ ખૂબ મોટો મેળાવડો ગણવામાં આવે છે. પ્રવાસન વ્યવસાય, જે થોડા સમય પહેલા મહામારીના આંચકાને પગલે ફરી વિકાસ પામી રહ્યો છે, તે ટ્રેન્ડ સેટ કરવા માટે સમગ્ર ભારતમાંથી ગંતવ્યસ્થાનો એક છત નીચે ભેગા થયા છે.

ટીટીએફ 2023માં માત્ર ભારતના વિવિધ રાજ્યો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રિય પ્રવાસન સ્થળો જેમાં આર્મેનિયા, ભૂતાન, જ્યોર્જિયા, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, નેપાળ, રશિયા, થાઈલેન્ડ, તુર્કી, યુએઈ, યુનાઈટેડ કિંગ્ડમ, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનું પ્રતિનિધિત્વ જોવા મળે છે, જે આ શોને એક ગ્લોબલ સ્વરૂપ બક્ષી રહ્યો છે.

ગુજરાતના માનનિય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ અનેક પ્રતિષ્ઠીત મહાનુભવોની હાજરીમાં ટીટીએફ 2023નું ઉદ્દઘાટન કર્યું હતું.

પ્રવાસન પ્રધાને ટુરિઝમ ઉદ્યોગને ખૂબ જ  હકારાત્મક સંદેશો આપતાં જણાવ્યું હતું કે “પ્રવાસન એ એક એવો ઉદ્યોગ છે કે જેની અર્થતંત્રને બહુગામી અસરો થતી હોય છે. ટીટીએફ 2023 એ ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગના પ્રચાર માટેનું એક અનોખું પ્લેટફોર્મ છે અને તે ભારતીય તથા વિશ્વના અર્થતંત્રને નોંધપાત્ર પ્રદાન કરશે. ગુજરાતમાં અને ભારતમાં પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના અમારા વિઝનને અનુરૂપ આ સમારંભ ખૂબ જ મહત્વનો છે.”

ઉદ્દઘાટન સમારંભમાં જે પ્રતિષ્ઠીત મહાનુભવો હાજર રહ્યા હતા તેમાં ગુજરાતના પ્રવાસન સચિવ– હરીત શુક્લગુજરાત ટુરીઝમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અને પ્રવાસન કમિશ્નર ડોસૌરભ પારધીજમ્મુકાશ્મીર ટુરિઝમના ડાયરેક્ટર ટુરિઝમ– રાજા યાકુબ ફારૂકબિહાર ટુરિઝમના ડિરેક્ટર–  વિનય કુમાર રાયનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોમાંથી પણ ઘણાં વરિષ્ઠ અધિકારીઓ અને ટ્રાવેલ ટ્રેડ એસોસિએશનના વડાઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.

આ સમારંભમાં હાજર રહેલા ટ્રાવેલ ટ્રેડ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓમાં ટ્રાવેલ ટ્રેડ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ટીએએઆઈ) ના ચેપ્ટર ચેરમેન ગુજરાત- વિરેન્દ્ર શાહચેપ્ટર ચેરમેન ગુજરાત ટ્રાવેલ એજન્ટસ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ટીએએફઆઈ)- રોનક શાહગુજરાત એસોસિએશન ઓફ ડોમેસ્ટીક ટુર ઓપરેટર્સ ઓફ ઈન્ડિયા (એડીટીઓઆઈ)- પિંકલ શાહટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પાન ઈન્ડિયા (ટીએએપીઆઈ)- વિનેશ શાહ અને ટુરીઝમ લીડર્સ ક્લબના (ટીએલસી) પ્રેસિડેન્ટ– અમેશ દફ્તરી તથા અન્યનો સમાવેશ થતો હતો.

ટીટીએફ 2023માં 15 દેશ અને ભારતના 24 રાજ્યોમાંથી 800થી વધુ એક્ઝિબીટર્સ સામેલ થયા છે. આ સમારંભમાં ટીટીએફ ભારતના સ્થાનિક પ્રવાસન ઉદ્યોગની વધતી જતી ક્ષમતાને ધ્યાનમાં લઈને ગુજરાત અને પડોશી રાજ્યોના 7,000થી વધુ ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટસને આકર્ષી રહ્યું છે. ત્રણ દિવસનો આ બીટુબી સમારંભ ટ્રાવેલ ટ્રેડનું ખૂબ જ મહત્વનો સમારંભ છે તે બાબત ,સમગ્ર દેશમાંથી તેમાં સામેલ થઈ રહેલા પ્રતિનિધિઓના કારણે વર્તાઈ આવે છે. આ સમારંભ ત્રણેય દિવસ સવારના 11 થી સાંજના 7 વાગ્યા સુધી ટ્રાવેલ ટ્રેડ માટે ખૂલ્લો રહેશે.

ગુજરાત ટુરિઝમ, ભારતની સૌથી વધુ સક્રિય રાજ્ય પ્રવાસન સંસ્થાઓમાંની એક, યજમાન રાજ્ય તરીકે મોટી સંખ્યામાં તેના ખાનગી હિતધારકો તેમજ ગુજરાત પવિત્રધામ યાત્રા વિકાસ બોર્ડને સમર્થન અને ભાગ લઈ રહી છે.

ટીટીએફના 2023ના પાર્ટનર સ્ટેટમાં બિહાર, ગોવા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, ઓડીશા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મેઘાલય અને પંજાબ તથા તમિલનાડુ ફીચર સ્ટેટ તરીકે સામેલ થયા છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હીલ સ્ટેશનોએ સૌથી મોટા પેવેલિયન્સનું નિર્માણ કર્યું છે અને આ રાજ્યો મોટી સંખ્યામાં તેમના પ્રવાસન કેન્દ્રોમાં પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.

પ્રવાસન ઉદ્યોગના જે અગ્રણીઓ ટીટીએફ 2023માં સામેલ થયા છે તેમાં વર્લ્ડ ટુરિઝમ  હબ, ટ્રુલી ઈન્ડિયા, હોટેલબોક્સ રિયા, રેઝમાય ટ્રીપ, ફ્લાય24અવર્સ, ઈન્ડીયા ડીએમસી, સ્ટર્લિંગ હોલિડેઝ રિસોર્ટ્સ, રેડીસન હોટલ ગ્રુપ, સીજીએચ અર્થ અને વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ આ સમારંભમાં સક્રિયપણે સામેલ થયા છે અને આ સમારંભને ગતિશીલતા બક્ષી રહ્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button