સુરત

યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ની 12મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી

સુરતઃ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર અન્નક્ષેત્ર- ગોપીપુરા સુરત દ્વારા સંસ્થાના પ્રેરણાદાતા યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ની 12મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી અદભૂત રીતે કરવામાં આવી.

‘ગુરૂદશમીના પર્વની ઉજવણી કરૂણા પર્વ તરીકે ઉજવીએ’
આ ઉદ્દેશથી ‘ગુરૂમા’ને ગમતા વિવિધ જીવદયા, અનુકંપા અને સાધર્મિક ભક્તિના કાર્યો કરી તેમને અંજલિ આપવાનો પ્રવાસ કરવામાં આવવ્યો… સૌ પ્રથમ સુરતની 100થી વધારે નગરપ્રાથમિક શાળામાં ભણતા 60000થી વધારે બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા પ્રાપ્ત થયેલ હતી. સંસ્થા દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રની લગભગ 100થી વધારે પાંજરાપોળોમાં 35 લાખથી વધારે કિંમતનું ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે કતલખાને જતા પશુઓને બચાવી પાંજરાપોળોમાં સુરક્ષિત મૂકવામાં આવ્યા. સુરતમાં કોઇ પશુ કે પક્ષી પણ ભૂખ્યા ન રહે તે ઉદ્દેશથી 1000થી વધારે પરિવારો દ્વારા પક્ષીઓને ચણ તેમજ પશુઓને રોટલી નાખવાની વ્યવ્સથા કરવામાં આવી.

સમગ્ર સુરતનો વિસ્તાર આવરી લેવાય તે રીતે વિવિધ 14 સેન્ટરો પરથી શહેરના તમામ ભૂખ્યાજનોને મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવ્યું. અહીં ઉલ્લેખનીય છે કે આ સંસ્થા છેલ્લા 27 વર્ષથી અખંડપણે દૈનિક 2000થી વધારે ભૂખ્યાજનોને ભોજન આપી રહી છે. ‘ગુરૂમા’ દ્વારા નવસારી અને અમદાવાદ ખાતે તપોવનનું નિર્માણ થયું છે.

આ જ તપોવનના તમામ સ્ટાફ સભ્યોને 1000 રૂ. ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. જે કાર્યના પ્રેરણાદાતા આચાર્યશ્રી જિનસુંદરસૂરીશ્વરજી મ.સા. હતા. આમ ગુરૂમાને ગમતા કાર્યો કરી સંસ્થા દ્વારા હૃદયથી અંજલી આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button