બિઝનેસ

મુવર સ્કીમ અંતર્ગત આયાત કરાતી મશીનરી ઉપર બેઝીક કસ્ટમ ડયૂટી ભરવી પડતી નથી, બેંક ગેરંટીની પણ જરૂર પડતી નથી : નિષ્ણાંત

ચેમ્બર દ્વારા આયોજિત વેબિનારમાં ઉદ્યોગકારોને ‘મુવર સ્કીમ’ વિશે માર્ગદર્શન અપાયું

 

સુરત.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૪ મે, ર૦રર ના રોજ સાંજે ૦પઃ૦૦ કલાકે ‘બોન્ડેડ મેન્યુફેકચરીંગ એન્ડ વેર હાઉસિંગ સ્કીમ’ મુવર વિશે વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરન એટોર્નીના જોઇન્ટ પાર્ટનર મનિષ જૈન દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મનિષ જૈને જણાવ્યું હતું કે, મુવર સ્કીમનો લાભ લેતા મેન્યુફેકચરર્સને એડીશનલ ઓડિટની જરૂર પડતી નથી. જો કે, માત્ર મેન્યુફેકચરર્સ અને જોબવર્ક કરનાર ઉદ્યોગકારો જ મુવર સ્કીમનો લાભ લઇ શકે છે. આ સ્કીમનો લાભ લેવા માટે બેંક ગેરંટીની જરૂરિયાત પડતી નથી. આ સ્કીમ અંતર્ગત મશીનરી આયાત કરીએ તો કોઇપણ પ્રકારની કસ્ટમ ડયૂટી તાત્કાલિક ભરવાની થતી નથી. સાથે જ આઇજીએસટી પણ ભરવાનો થતો નથી. જો કે, કસ્ટમ વિભાગમાંથી ફેકટરીનું લાયસન્સ લેવું પડે છે. એકવખત લાયસન્સ લીધા બાદ લાયસન્સ રિન્યુ કરવાની જરૂર પડતી નથી. ભવિષ્યમાં કોઇપણ મશીનરી આયાત કરીએ તો પણ તેમાં કસ્ટમ ડયૂટી ભરવાની થતી નથી.

આ ઉપરાંત આયાત કરેલી મશીનરી ઉપર કસ્ટમ ડયૂટી ભરવાની થતી નથી, પરંતુ આયાત કરેલી મશીનરીનો ઉપયોગ કરીને તેને પછી ભારતમાં જ વેચવામાં અથવા તેનો નિકાલ કરવામાં આવે તો તે સમયે જે ઓરિજનલ કસ્ટમ ડયૂટી જે તે સમયે ભરવી પડી ન હતી તે વગર વ્યાજે ભરવી પડે છે. જો કે, મશીનરીના ઉપયોગ બાદ તેને અન્ય દેશમાં વેચવામાં આવે ત્યારે તેના ઉપર કસ્ટમ ડયૂટી ભરવાનું ભારણ આવતું નથી. મુવર સ્કીમ અંતર્ગત રો મટિરિયલ આયાત કરવામાં આવે ત્યારે પણ કસ્ટમ ડયૂટી ભરવી પડતી નથી, પરંતુ આયાત કરાયેલા રો મટિરિયલમાંથી ફિનીશ્ડ ગુડ્‌સ બનાવીને વેચવામાં આવે ત્યારે ફિનીશ્ડ ગુડ્‌સ બનાવવામાં જેટલું રો મટિરિયલ વપરાયું હોય તેના ઉપર જે ડયૂટી લાગુ હોય તે ફિનીશ્ડ ગુડ્‌સના નિકાલ વખતે ભરવી પડે છે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન મુકુંદ ચૌહાણે વેબિનારનું સંચાલન કર્યું હતું અને અંતે તેમણે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન પણ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button