વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ- મોરથાણા, સુરતનું ધો-12 સાયન્સનું માર્ચ 2021-22 બોર્ડની પરીક્ષાનું ઝળહળતું પરિણામ
માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ- મોરથાણા, સુરતનું ધો-12 સાયન્સનું માર્ચ 2021-22 બોર્ડની પરીક્ષાનું ઝળહળતું પરિણામ આવ્યું છે. ધો-12 સાયન્સ બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ-મોરથાણામાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો દ્વારા નિયમિત રીતે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું સતત માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય ગીતાબેન બડઘાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહીને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચાડ્યા છે. વધુમાં તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની આયોજનબદ્ધ તૈયારીઓ અને શ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત કરાયેલી તનતોડ મહેનતને જવાબદાર ગણાવી હતી.
વધુમાં તેમણે દરેક વાલી અને વિદ્યાર્થી દીકરીઓને વિશ્વભારતીમાં શરૃ થયેલ કોલેજ બી.બી.એ, બી.સી.એ, બી.કોમ અને બી.એસ.સી અંગે પણ જણાવ્યું હતું જેને લીધે હવે વિદ્યાર્થી અને વાલીઓને ઉચ્ચ અભ્યાસ અર્થેની સુવિધા પણ આ કેમ્પસમાંથી મળી રહેશે એનો આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થી અને વાલી મિત્રોએ શાળા પરિવારને નવી કોલેજના આગમન માટેની શુભેચ્છા અને અભિનંદન આપ્યા હતા.
પ્રથમ નંબરે – વાસાણી સ્નેહા – 92.68 ટકા
બીજા નંબરે – સતાણી કિનલ – 92.23 ટકા
ત્રીજા નંબરે – મેહતા માહી – 85.15 ટકા
ચોથા નંબર – ડોડીયા દિયા – 82.75 ટકા
પાંચમા નંબરે – કોલડીયા ચાર્મી – 81.71 ટકા,
છઠ્ઠા નંબરે – લાખાણી રીયા – 77.25 ટકા
તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટીમંડળ સેવા દેવચંદભાઇ સાવજ, કિશોરભાઇ સાવજ, જ્યોર્તિરભાઇ પંડ્યા અને બંને આચાર્ય બહેનો શ્રીમતી ગીતાબેન બડઘા અને શ્રીમતી હવોવીબેન ડુમસીયાએ અભિનંદન પાઠવ્યા હતા અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.