બિઝનેસ

આર્સેલર મિત્તલે ડિકાર્બનાઈઝેશનની ઝુંબેશને આગળ વધારવા ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા સ્ટાર્ટઅપ માટે XCarb™ એક્સલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો

હજીરા-સુરત : સ્ટીલ ઉદ્યોગમાં ડિકાર્બોનાઈઝેશનને વેગ મળે તે હેતુથી આર્સેલર મિત્તલે ટેકનોલોજી ક્ષેત્રમાં સતત પ્રગતિ હાથ ધરી રહેલી સર્વોત્તમ અને ઉમદા વિચારો ધરાવતી કંપનીઓની શોધખોળ હાથ ધરી છે. સ્ટીલ ઉદ્યોગમાં ડિકાર્બોનાઈઝેશન અંગેની ટેકનોલોજી ક્ષેત્રમાં સતત આગળ વધી રહેલી કંપનીઓને પ્રોત્સાહન મળે તે માટે આર્સેલર મિત્તલના XCarb™ ઈનોવેશન ફંડમાંથી ભંડોળ પુરૂં પાડવામાં આવશે. જેના માટે દુનિયાભરમાંથી અરજીઓ મંગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અરજીઓ કરનાર કંપનીઓમાં 100 મિલિયન યુએસ ડોલર સુધીનું રોકાણ કરવાની તૈયારી રાખવાની સાથે આવી કંપનીઓને આર્સેલર મિત્તલ દ્વારા જરૂરી સૂચનોની સાથો-સાથ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, ટેકનોલોજી કોમર્શિયલાઈઝેશન અને બિઝનેસ મેન્ટરશીપરૂપે પણ સહકાર પૂરો પાડવામાં આવશે.

આર્સેલર મિત્તલના ‘સ્માર્ટર સ્ટીલ ફોર પીપલ એન્ડ પ્લાન્ટ’ ઉદ્દેશ સાથે સંલગ્ન XCarb™ ઈનોવેશન ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરશે કે જેઓ સ્ટીલ ઉત્પાદનમાં નહીંવત બરાબર ઓછું કાર્બન એમિશનનું ઉત્સર્જન કરવાની ક્ષમતા રાખે છે. આ પ્રકારની કંપનીઓને વધુ ઝડપથી વિકાસ કરવા અને તેમની ટેક્નોલોજીઓને યોગ્ય સ્થાન સુધી લઈ જઈ તેને વ્યવસાયિક રીતે સધ્ધર બનાવવા પણ કામગીરી હાથ ધરાશે.

આ વર્ષે, અંતિમ પસંદગી પામેલા ઉમેદવારોને તેમના વિચારો રજૂ કરવા માટે એક્સેલેટર ડેના દિવસે તક પૂરી પાડવામાં આવશે. આ સાથે તેમના પ્રોજેક્ટમાં રોકાણ હાથ ધરીને નીચા કાર્બન ઉત્સર્જનના ભાવિ તરફ આગળ વધારવા માટે સહાય કરવામાં આવશે. કંપની તરફથી નાણાંકીય સહાયનીસાથો-સાથ નીચે મુજબની સહાય-માર્ગદર્શન પણ પુરૂં પાડવામાં આવશેઃ-

• અદ્દભૂત ઉદ્યોગ કુશળતા અને પૂરતું માર્ગદર્શન
• ઈન્ડસ્ટ્રીનું મોખરાનું રિસર્ચ સેન્ટર અને ટેકનોલોજીને વધુ વિકસાવવા માટે આરએન્ડડી પ્રોગ્રામ
• ટેકનોલોજીના કોમર્શિયલાઈઝેશન માટે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન, બૌદ્ધિક મિલકતની(ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી)ની સુરક્ષા સહિત બહુવિધ દેશોમાં તક
• ટેકનોલોજીના ધોરણો વધારવા અને ઝડપથી માર્કેટ સુધી પહોંચવા માટે બેક ઓફિસ તથા કંપનીના જૂથનું સમર્થન

સ્ટીલમેકિંગમાં ડિકાર્બોનાઈઝેશનના ઉદ્દેશને સાકારીત કરતાં તથા ચોક્કસ ધોરણો ધરાવતાં સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. યોગ્યતા ધરાવતાં સ્ટાર્ટઅપ માટે દુનિયાના કોઈ પણ સ્થળેથી અરજી થઈ શકશે. આર્સેલર મિત્તલ ડિકાર્બોનાઈઝેશનની ઝુંબેશમાં યોગ્યતા ધરાવતાં વિશ્વ સ્તરના અને તદ્દન નવી ટેકનોલોજી ધરાવતાં સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે.આ પ્રોગ્રામ તથા અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી https://corporate.arcelormittal.com/climate-action/xcarb/xcarb-innovation-fund/xcarb-accelerator-programme ઉપર ઉપલબ્ધ છે.

વિવિધ પ્રકારના 7 ટેકનોલોજીકલ ડોમેઈનમાંથી અરજીઓ મંગાવવામાં આવી છેઃ

1. સ્ટીલ ઉત્પાદનમાં અવરોધોને દૂર કરવા(પ્રોસેસ અને ટેકનોલોજી)
2. કચરામાંથી ગેસ અથવા બાયોકાર્બનનું ઉત્સર્જન (કચરાના રૂપાંતર માટે નવતર પ્રકારના માર્ગો)
3. ગેસના રિફોર્મિંગ/ ગેસના ટ્રાન્સફોર્મેશનની ટેકનોલોજી
4. નવતર પ્રકારની હાઈડ્રોજન ટેકનોલોજી
5. કાર્બન કેપ્ચર, ઉપયોગ અને સંગ્રહ (ખાસ કરીને કેમિકલ્સ/ બળતણ અથવા તો કાયમી સિક્વીસ્ટ્રેશન/ મિનરલાઈઝેશનને કેપ્ચર કરવા માટે વિશેષ)
6. લાંબાગાળાની વ્યાપક સ્વરૂપની એનર્જી અને સ્ટોરેજ ટેકનોલોજી
7. ક્લિન એનર્જી ટેકનોલોજી

એક્સલરેટર ડે જુલાઈના મધ્યમાં આવશે (final date TBC) જેમાં ફાયનાલિસ્ટને પોતાની કંપની અંગે રજૂઆત કરવાની અને પોતાની અદ્યતન ટેકનોલોજીને નિષ્ણાંતો સમક્ષ રજૂઆત કરવાની તક મળશે.

આર્સેલર મિત્તલના સીઈઓ શ્રી આદિત્ય મિત્તલ પ્રતિભાવ આપતાં જણાવે છે કે “વર્તમાન સમયમાં GHG એમિશન ઘટાડવાની જરૂરિયાત સૌથી વધુ રોકાણો માંગી લે છે. સ્ટીલ વૈશ્વિક અર્થતંત્રમાં ડિકાર્બોનાઈઝેશન થકી મહત્વનું યોગદાન આપી શકે છે. તે દિશામાં પ્રયત્નો આગળ વધારવા અમે આર્સેલર મિત્તલ કટિબધ્ધ છીએ.ઉદ્યોગમાં જરૂરી એવી ટેકનોલોજી અને પ્રક્રિયાઓના વિકાસમાં આગળ રહેલું તે એક અગત્યનું પગલું છે.”

XCarb™ ઈનોવેશન ફંડના હેડ, ઈરીના ગોર્બુનોવા વધુમાં જણાવે છે કે “અમારી પાસે ડિકાર્બોનાઈઝેશન ટેકનોલોજીનો ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતો જૂથ છે અને અમે હંમેશા અમારી પ્રગતિને વેગ આપવા માટે વધુ તકો શોધતા રહીએ છીએ. આ સ્પર્ધા અમને ઉત્તમ અને તેજસ્વી વિચારો સાથે સંકળાવા અને તેને સહયોગ પૂરો પાડવા માટે રોમાંચક પ્લેટફોર્મ પૂરૂં પાડે છે તથા તેનાથી અમારા ઉદ્યોગને ડિકાર્બોનાઈઝ કરી શકાય છે. વિજેતાઓને સંભવિત ભંડોળ, કોમર્શિયલાઈઝેશન અને સંશોધન સહયોગ તથા ઉદ્યોગના નેટવર્ક અંગે અજોડ જ્ઞાન પ્રાપ્ત કરવા જેવા અનેક લાભ પ્રાપ્ત થશે અને તે પોતાના વિકાસનો વ્યાપ વધારી શકશે. અમારો એક્સલરેટર ડે સ્ટાર્ટઅપ્સને તેમની ટેકનોલોજીસની ક્ષમતા સાકાર કરવા માટે તક પૂરી પાડે છે અને એવી ખાત્રી રાખવામાં આવે છે કે કંપની, ઉદ્યોગ અને સમગ્ર વિશ્વ ઉપર તેની અર્થપૂર્ણ અસર થાય.”

આર્સેલર મિત્તલનું XCarb™ ઈનોવેશન ફંડઃ

ગયા વર્ષે માર્ચ માસમાં XCarb™ ઈનોવેશન ફંડનો પ્રારંભ કરાયા પછી તેમાં પ્રોજેક્ટસ અને ટેકનોલોજીસ માટે 180 મિલિયન યુએસ ડોલર સુધીનું ફંડ પૂરું પાડવા માટે ખાતરી કરવામાં આવી છે. સ્ટીલ ઉદ્યોગને ડિકાર્બોનાઈઝેશન તરફ લઈ જવાની ગતિને વેગ આપી રહ્યા છીએ. આજની તારીખે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે, લાંબા ગાળાના ઉર્જા સંગ્રહ, કાર્બન રિસાયક્લીંગ અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના નિર્માણ માટે 4 કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે, જે નીચે મુજબ છેઃ

1.હેલોઝન, રિન્યુએબલ એનર્જી કંપની કે જે મિરર્સના ઉપયોગ કરીને સોલાર એનર્જી મેળવવાનું કામ કરે છે જે મલ્ટી એકર મેગ્નિફાઈંગ ગ્લાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સૂર્યપ્રકાશ એકત્રિત કરે છે.

2.ફોર્મ એનર્જી કે જે અદ્યતન એનર્જી સ્ટોરેજ ટેકનોલોજીઓ વિકસાવે છે

3.લાન્ઝા ટેક કે જે સ્ટીલ ઉત્પાદનની પ્રક્રિયામાં કાર્બન રીચ-વેસ્ટ ગેસીસ ઝડપી લે છે અને તેનો લાંબાગાળાના બળતણ અને કેમિકલ્સ માટે ઉપયોગ કરે છે.

4.H2Pro નામના માર્કેટ ડિસ્રપ્ટર પાણીના ઈલેક્ટ્રોલીસીસ મારફતે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરે છે

આ ઉપરાંત આર્સેલર મિત્તલ Breakthrough Energy’s Catalyst program માં એન્કર પાર્ટનર છે અને 5 વર્ષના ગાળામાં તેમણે 100 મિલિયન ડોલરના એનર્જી ઈન્વેસ્ટમેન્ટ માટે તૈયારી દાખવી છે. બીલગેટસ દ્વારા સ્થપાયેલી આ સંસ્થા દુનિયાને વર્ષ 2050 સુધીમાં નેટ-જીરો એમિશન્સ સુધી પહોંચાડવા માટે કટિબધ્ધ છે. બ્રેકથ્રુ એનર્જીના પ્રયાસોમાં ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ, સખાવતી કાર્યક્રમો અને પોલિસી એડવોકસીનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દીપક કાર્યક્રમ કંપનીઓ, સરકારો અને ખાનગી સખાવતી સંસ્થાઓને નવું મોડલ તૈયાર કરવા માટે ધિરાણ, ઉત્પાદન અને નવા યુગની ક્લિન ટેકનોલોજીસ અપવાનાવી શકાય તે માટે સહાય કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button