સુરત

સુરતમાં મંત્રા ખાતે ટફની તમામ સ્કીમો હેઠળ પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા હેતુ બે દિવસીય આઉટરીચ/ક્લીયરન્સ કેમ્પ યોજાશે

ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી તથા અન્ય અધિકારીઓ કેમ્પમાં હાજર રહેશે, ટફના પેન્ડીંગ કેસો ધરાવતા એકમોને કેમ્પનો લાભ લેવા અનુરોધ : આશીષ ગુજરાતી

સુરત. ભારત સરકારના કાપડ મંત્રાલયની સંચાલન સમિતિએ વર્ષ ર૦૧૯ માં TUFS દાવાઓના તમામ અગાઉના કેસોમાં બાકી રહેલી સબસિડીનું વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી કરીને MTUFS, RTUFS અને RRTUFS હેઠળ મંજૂર કરવામાં આવેલા કેસોમાં પેન્ડીંગ રહેલી સબસિડી ચકાસણી બાદ આપી શકાય. એના માટે બેંકોએ થર્ડ પાર્ટી દ્વારા જોઈન્ટ ઇન્સ્પેકશન કરવા માટે છ ફરજિયાત દસ્તાવેજો અપલોડ કરવાના હતા, પરંતુ એવું જોવામાં આવ્યું છે કે 75 % પેન્ડિંગ દાવાઓમાં બેંકોએ કાં તો છ ફરજિયાત દસ્તાવેજો સબમિટ કર્યા નથી અથવા તો વારંવાર વિનંતીઓ પછી પણ જોઇન્ટ ઇન્સ્પેકશન કરવા માટે તેઓએ ઇચ્છા દર્શાવી ન હતી.

તદુપરાંત, જેઆઈટી હાથ ધરવામાં આવે છે તેવા કિસ્સાઓમાં, બેંકો/એકમો દ્વારા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા નથી તેમજ તે અંગે કોઇ યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. તેવી જ રીતે, એમેન્ડેડ અપગ્રેડેશન ફંડ સ્કીમ (ATUFS) ને લગતા કેસોમાં જોઇન્ટ ઇન્સ્પેકશન પહેલેથી જ હાથ ધરવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓમાં ઘણા એકમો દ્વારા જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

TUFS હેઠળના તમામ પેન્ડિંગ દાવાઓના ઝડપી નિકાલ કરવા માટે ટેકસટાઇલ કમિશનરની કચેરી દ્વારા કાપડ ઉદ્યોગ સાહસિકોના ઘરે–ઘરે જઈને આઉટરીચ કેમ્પનું આયોજન કરવાનો અને ક્લસ્ટરોને લગતા કેસો માટે જરૂરી સ્પષ્ટતાઓ/દસ્તાવેજો એકત્ર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં, ટેકસટાઇલ કમિશનરની કચેરીએ પહેલેથી જ બેંગ્લોર, કોઈમ્બતુર, અમદાવાદ અને મુંબઈ ખાતે આઉટરીચ કેમ્પનું આયોજન કર્યું છે.

આ શ્રેણીમાં, હવે ૩૦મી અને ૩૧મી મે, ર૦રર ના રોજ સુરત શહેરમાં રીંગરોડ સ્થિત ટેકસટાઇલ માર્કેટ પાસે આવેલા મંત્રા (મેનમેઇડ ટેકસટાઇલ રિસર્ચ એસોસિએશન)ના કોન્ફરન્સ હોલમાં આઉટરીચ/ક્લીયરન્સ કેમ્પનું આયોજન કરવામાં આવશે. TUFS હેઠળના પેન્ડિંગ કેસો જ્યાં એન્ટિટી અને બેંકો તરફથી સ્પષ્ટતાની રાહ જોવાતી હતી એવા શ્રેણીબદ્બ પેન્ડીંગ કેસોનો નિકાલ આ કેમ્પમાં કરવામાં આવશે.

સુરતના સાંસદ તેમજ ભારતના કાપડ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ૩૦મી મે, ર૦રર ના રોજ મંત્રા ખાતે બપોરે ૧રઃ૦૦ કલાકે આ શિબિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ બે દિવસીય શિબિર દરમિયાન કોના કેસો લેવામાં આવશે તે સંબંધિત લાભાર્થીઓને પહેલેથી જ જાણ કરવામાં આવી છે. આ કેમ્પમાં ટેકસટાઈલ કમિશનર કચેરીના અધિકારીઓ કે જેઓ દ્વારા જોઇન્ટ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું તેઓ તથા ૩ર નોડલ બેંકો અને સુરતની ૧ર પીએલઆઈ સંસ્થાઓ હાજર રહેશે.

સુરતના તમામ કાપડ ઉદ્યોગ સંગઠનો અને સંબંધિત એકમોને ટેકસટાઇલ કમિશનરની પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા ૩૦મી મે, ર૦રર ના રોજ બપોરે ૧રઃ૦૦ કલાકે મંત્રા ખાતે યોજાનારા શિબિરના ઉદ્‌ઘાટન સમારોહમાં હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. TUFS ના બાકી રહેલા દાવાઓના નિરાકરણમાં કેમ્પને સફળ બનાવવા માટે ચેમ્બર દ્વારા પણ સંબંધિત એકમ ધારકોને અનુરોધ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button