એન્જલ વન રોકાણકારોને છેતરપિંડી કરતા સોશિયલ મીડિયા ગ્રુપ અને બિનઅધિકૃત ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અંગે સાવચેત કરે છે

સુરત – ફિનટેક સેક્ટરમાં અગ્રણી કંપની એન્જલ વન લિમિટેડ એન્જલ વનના નામનો દુરુપયોગ કરતા અને તેના સિનિયર એક્ઝિક્યુટિવ્સ હોવાનો દેખાડો કરતા છેતરપિંડીયુક્ત સોશિયલ મીડિયા ગ્રુપ્સની વધી રહેલી સંખ્યા અંગે રોકાણકારોને ચેતવે છે. કંપનીએ નોંધ્યું છે કે એન્જલ વન સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરતા સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અનેક બિનઅધિકૃત ગ્રુપ બનાવવામાં આવ્યા છે.
એન્જલ વને ઓળખ કરી છે કે આવા છેતરપિંડીભર્યા ગ્રુપ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જેમાં જરૂરી સેબી રજિસ્ટ્રેશન કે મંજૂરી વિના જ સિક્યોરિટીઝને લગતી સલાહ કે ભલામઓ આપવી અને સેબીની મંજૂરી વિના જ સિક્યોરિટીઝ સાથે સંબંધિત વળતર અને પર્ફોર્મન્સ અંગે બિનઅધિકૃત રીતે દાવા કરવાનો સમાવેશ થાય છે. વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ્સ એન્જલ વન લિમિટેડના બ્રાન્ડ નેમ અને લોગોનો ગેરકાયદેસર રીતે અને ગંભીરપણે દુરુપયોગ કરી રહ્યા છે જેનાથી સામાન્ય પ્રજા ગેરમાર્ગે દોરાઇને એમ માને છે કે તેઓ એન્જલ વન લિમિટેડ સાથે સંકળાયેલા છે.
એન્જલ વન લિમિટેડ આવી કોઈપણ નકલી એપ્લિકેશન્સ, વેબ લિંક્સ કે ખાનગી વોટ્સઅપ કે ટેલિગ્રામ ગ્રુપ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી નથી અને આવી છેતરપિંડીભરી એપ્લિકેશન્સ કે વેબ લિંક્સ સાથે જોડાવાથી ઉદ્ભવતા પરિણામો કે કોઈ નાણાંકીય નુકસાન માટે જવાબદાર રહેશે નહીં એમએન્જલ વને જણાવ્યું હતું.