ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ના પ્રથમ ધોરણમાં ભણતા વિધાર્થીએ કમ્પ્યૂટરમાં વિડિઓ ગેમ બનાવી

સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ, ઉગત-કેનાલ રોડ,અડાજણ,સુરત નાં ધોરણ 1 સી.બી.એસ.ઇ.બોર્ડ ના વિદ્યાર્થી રિશીત જોધવાટ તેમણે કમ્પ્યૂટર માં કોડિંગ કરી “What’s I Made” જે ભૂતકાળમાં mario bros નામની ગેમ પ્રચલિત થઈ હતી તેનું second version (Mario Bro ) નામની ગેમ બનાવી છે.
આટલી નાની ઉંમરમાં આ ક્ષેત્રે કાર્ય કરવા માટે તેમણે પોતાના કમ્પ્યૂટર શિક્ષક સિમ્પલ મેમ અને શાળાના પ્રોત્સાહનથી 6 મહિનામાં ગેમ બનાવી. આ ટેક્નોલોજીનો સદુપયોગ કેવી રીતે થાય તે સાબિત કર્યું છે.અને . ગુજરાત અને સુરત ક્ષેત્રે સૌથી નાની વયમાં અન્ય બાળકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઉપરાંત શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકીયા દ્વ્રારા બાળકોમાં આવી સ્કીલ ડેવલોપમેન્ટ માટે “TRIS Skill” યોજના જાહેર કરી છે. જેથી જે બાળકો ને આવા પ્રકારની સ્કીલ ડેવલોપ કરવા પ્રોત્સાહન મળે .શાળાના નાના નાના બાળકોમાં ટેક્નોલૉજી નો ગેર ઉપયોગ અટકાવી તેના સદુપયોગની એક નવી પહેલ શાળાના આચાર્ય તૃષાર પરમાર અને તેમના ઇન્ચાર્જ હેતલ પટેલ દ્વ્રારા કરવામાં આવી છે.