આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના ગુજરાતના કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ તરીકે નિરજ શર્માની નિમણુક
અમદાવાદઃ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાએ કોમ્યુનિકેશન સ્પેશ્યાલીસ્ટ નિરજ શર્માની ગુજરાતના કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ તરીકે નિમણુક કરી છે.
નિરજ કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ, ડિજિટલ માર્કેટીંગ, પબ્લિક રિલેશન્સ અને ઈવેન્ટ મેનેજમેન્ટનો 15થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે, અને તેઓ અમદાવાદથી કામગીરી સંભાળશે.
આ અંગે પ્રતિભાવ આપતાં નિરજ શર્મા જણાવે છે કે “સ્ટીલ અને ગ્રીન એનર્જી બિઝનેસમાં જંગી વિસ્તરણની યોજનાઓ સાથે એએમ/એનએસ ઇન્ડિયામાં અમારા માટે આ ખરેખર રોમાંચક સમય છે. હું આ વિકાસ યોજનાનો એક ભાગ બનીને તેનો આનંદ અનુભવુ છું, અને વ્યૂહાત્મક કોમ્યુનિકેશનના માધ્યમથી વૃધ્ધિમાં યોગદાન આપવા માટે આશાવાદી છું.”
નિરજએ નોર્થ મહારાષ્ટ્ર યુનિવર્સિટીની ઈલેક્ટ્રોનિક્સ એન્જીન્યરીંગની ડીગ્રી મેળવી છે અને મુદ્રા ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન્સ, અમદાવાદ (માઈકા) માંથી મેનેજમેન્ટ (કોમ્યુનિકેશન્સ એન્ડ બ્રાન્ડ મેનેજમેન્ટ) માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું છે. તે અગાઉ અદાણી ગ્રુપ, બીજી ગ્રુપ, હીરાનંદાની અને રોયલ બેંક ઓફ કેનેડા સાથે જોડાએલા હતા અને સ્થાનિક તથા આંતરરાષ્ટીય સ્તરે કામનો વ્યાપક અનુભવ ધરાવે છે.