ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ સુવર્ણ પદક જીત્યું
સુરતઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ટ્રેક સાયકલિંગ બેહનો અને ભાઈઓ માટે તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૪ને રવિવારનાં રોજ સુરત શહેર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં જહાંગીરાબાદ, સુરત સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ગુજરાતી માધ્યમની ધોરણ-૮માં અભ્યાસ કરતી વસાવા મૈત્રી બહાદુરસિંહભાઈએ આ સ્પર્ધાની અંદર રાજ્ય કક્ષાએ બેહનોની ટ્રેક સાયકલિંગ કેટેગરીમાં અને રોડ સાયકલિંગ કેટેગરીની ચેમ્પિયનશિપમાં એમ બન્નેમાં પ્રથમ ક્રમ એટલેકે સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે તેમજ આવનાર ખૂબજ નજીકનાં સમયમાં નીચે મુજબ રાષ્ટ્રીય કક્ષાએ ખાતે ભાગ લેશે.
૧. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા રોડ સાયકલિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે તારીખ ૦૧/૧૨/૨૦૨૪ થી ૦૭/૧૨/૨૦૨૪ દરમ્યાન ઓડિસા ખાતે
૨. એસ.જી.એફ.આઈ રોડ સાયકલિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે તારીખ ૦૯/૧૨/૨૦૨૪ થી ૧૨/૧૨/૨૦૨૪ દરમ્યાન બિહાર-પટના ખાતે
૩. એસ.જી.એફ.આઈ ટ્રેક સાયકલિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ઝારખંડ રાંચી ખાતે
આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તેમજ શાળાનાં શારીરિક શિક્ષણનાં શિક્ષક જયેશ ચૌધરીને જાય છે; જેમણે પસંદગી પામેલ વિદ્યાર્થીનીને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તે આવી જ રીતે આગળ વધતી રહે અને શાળાનું નામ રોશન કરતી રહે.