સ્પોર્ટ્સ

સુરત યુટીટી નેશનલ ટીટીમાં હરમિત દેસાઈનો તેના ઘરઆંગણે સફળતા માટે આશાવાદ, શરથ કમાલ અને જી. સાથિયાન પણ ભાગ લેશે

ગાંધીધામ : પ્રથમ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાંથી આઉટ થઈ ગયા બાદ સુરતનો હરમિત દેસાઈ ઘરઆંગણાનો લાભ લેવા આતુર છે કેમ કે બીજી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 23થી 28 જાન્યુઆરી દરમિયાન સુરતમાં તથા તેના ફેવરિટ સ્ટેડિયમ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારી છે.

જોકે તેનો કટ્ટર હરીફ અને મહાન ખેલાડી શરથ કમાલ (વિશ્વમાં 48મો ક્રમાંક) અને ભારતના મોખરાના ક્રમના (તથા વિશ્વમાં 39મા ક્રમાંકિત) જી. સાથિયાને પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. આમ આ બે ખેલાડી હરમિતને સારો પડકાર આપી શકે તેમ છે.
 
રસપ્રદ રીતે સુરતની આ નેશનલ્સ 30મી નવેમ્બર 2022ના રોજ ધ્યાનચંદ એવોર્ડ હાંસલ કર્યા બાદ શરથ માટે ભારતમાં પ્રથમ ટુર્નામેન્ટ છે.
 
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 800 કરતાં વધારે ખેલાડીઓ મોખરાનું સ્થાન હાંસલ કરવા માટે ભાગ લેનારા છે. હરમિત અને ક્રિત્વિકા સિંહા રોયની પતિ-પત્નીની જોડી ઉપરાંત સુરતનો માનવ ઠક્કરફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પણ તેમની શાનદાર રમત દાખવવા આતુર છે.

શુક્રવારે વડોદરા ખાતે સમાપ્ત થયેલી પ્રથમ નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટમાં મેન્સ ટાઇટલ જીતનારો માનુષ શાહ સુરતમાં પણ તેની કાબેલિયત દાખવવા આતુર છે.
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતા તથા તેલંગાણાની શ્રીજા અકુલા વર્તમાન નેશનલ વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન છે જ્યારે ભારતનો મોખરાનો ખેલાડી તથા મહારાષ્ટ્રનો સાનિલ શેટ્ટી (ભારતમાં નંબર વન) પણ સુરતમાં જોવા મળશે.

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનની દેખરેખમાં સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં –1800 કરતાં વધુ ખેલાડીઓએ પ્રવેશ મેળવ્યો છે.
 
શુક્રવારે વડોદરા ખાતે સમાપ્ત થયેલી પ્રથમ નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટમાં મેન્સ ટાઇટલ જીતનારો માનુષ શાહ સુરતમાં પણ તેની કાબેલિયત દાખવવા આતુર છે.
 
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતા તથા તેલંગાણાની શ્રીજા અકુલા વર્તમાન નેશનલ વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન છે જ્યારે ભારતનો મોખરાનો ખેલાડી તથા મહારાષ્ટ્રનો સાનિલ શેટ્ટી (ભારતમાં નંબર વન) પણ સુરતમાં જોવા મળશે.
 
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનની દેખરેખમાં સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં –1800 કરતાં વધુ ખેલાડીઓએ પ્રવેશ મેળવ્યો છે.
 
અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) આ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર્સ છે અને ટુર્નામેન્ટના સહ પ્રાયોજકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા હિરો છે. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો છે. ટુર્નામેન્ટના ઇક્વિપમેન્ટ પાર્ટનર્સ સ્ટેગ એન્ડ સ્ટિગા છે જ્યારે આશુતોષ હોસ્પિટલ તેના મેડિકલ પાર્ટનર છે.
 
ભારતના મહાન ખેલાડી તથા ટીટીએફઆઈના મહામંત્રી કમલેશ મહેતાએ વડોદરા ખાતે યોજાયેલી પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ 2022ના સફળ આયોજન માટે જીએસટીટીએ તથા ટીટીએબીને અભિનંદન પાઠવ્યા હતા અને હવે તેઓ સુરત ખાતેની આગામી યુટીટી નેશનલ્સ માટે આતુર છે. “સુરતે ભૂતકાળમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું અને હજી તાજેતરમાં જ યોજાયેલી નેશનલ ગેમ્સમાં આ શહેરે કેટલીક ઇવેન્ટ યોજી હતી.
જીએસટીટીએ અને એસડીટીટીએ બંને પાસે ટીટીએફઆઈની આ પ્રતિષ્ઠિત રેન્કિગ ટુર્નામેન્ટને સફળતાપૂર્વક યોજવા માટે સક્ષમ ટીમ છે.” તેમ શનિવારે સુરત ખાતે પત્રકારોને સંબોધતાં કમલેશ મહેતાએ જણાવ્યું હતું.

જીએસટીટીએના નવા ચુંટાયેલા પ્રમુખ પ્રમોદ ચૌધરીએ પત્રકારોને માહિતી આપી હતી કે ટીટીએફઆઈએ ઉપરા ઉપરી બે નેશનલ ટુર્નામેન્ટ યોજવાની અમને તક આપી તે બદલ અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ અને અમને તેનો આનંદ છે.
 
 
જીએસટીટીએના નવા ચુંટાયેલા પ્રમુખ પ્રમોદ ચૌધરીએ પત્રકારોને માહિતી આપી હતી કે ટીટીએફઆઈએ ઉપરા ઉપરી બે નેશનલ ટુર્નામેન્ટ યોજવાની અમને તક આપી તે બદલ અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ અને અમને તેનો આનંદ છે. “જીએસટીટીએના પ્રમુખ તરીકે મારા માટે આ પ્રથમ પડકાર છે. વડોદરા ખાતે 20મી જાન્યુઆરીએ સમાપ્ત થયેલી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં અમે શાનદાર આયોજન કર્યું હતું. સુરતની ચેમ્પિયનશિપને શાનદાર રીતે સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.” તેમ તેમણે ઉમેર્યું હતું.
જીએસટીટીએના માનદ મંત્રી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે “આ એવો પ્રથમ પ્રસંગ છે જ્યારે જીએસટીટીએ ઉપરા ઉપરી બે નેશનલ્સ યોજી રહ્યું છે અને તે પણ ઘણા ઓછા સમયગાળામાં પરંતુ અમે લક્ષ્યાંક પાર પાડવા માટે સજ્જ છીએ. અમારી પાસે સારી સંખ્યામાં એન્ટ્રી આવી છે અને નિયત કાર્યક્રમ મુજબ મેચો યોજાય તે માટે અમારી પાસે 24 ટેબલ છે.
આ ચેમ્પિયનશિપ માટે કુલ ઇનામી રકમ નવ લાખ રૂપિયા છે. આ ચેમ્પિયનશિપમાં બધુ મળીને 13 ઇવેન્ટ યોજાશે જેમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સઅંડર-11,13,15,17 અને 19 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ તથા મિક્સ ડબલ્સ ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે લગભગ 60 ટેકનિકલ અધિકારીઓ તેમની નિષ્ણાત તરીકેની સેવા આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button