સુરત કલેકટર કચેરી ખાતે કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
સુરત: જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યોઓ દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નોના રજુ કર્યા હતા. પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્યઓએ નેશનલ હાઇ-વે, એફોર્ડેબલ હાઉસિંગ મિશન, રેલ્વે, પુરવઠા ઓફીસ, જી.ઈ.બી.ના વીજપ્રવાહ, હાયટેન્શન લાઈન, ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદુષણ અને જમીનને લગતા વિવિધ પ્રશ્નો બાબતે રજુઆતો કરી હતી. આ બેઠકમાં રજુ કરવામાં આવેલ પ્રશ્નો બાબતે જિલ્લા કલેકટરએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પોલ્યુશન કંટ્રોલબોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુરત મહાનગરપાલિકા, બારડોલી નગરપાલિકા, સીટી સર્વે, માર્ગ મકાન વિભાગ પંચાયત, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિભાગના અધિકારીઓને પ્રશ્નના તુરંત નિરાકરણ માટેની સુચનાઓ આપી હતી.
ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે નેશનલ હાઇવેના નેશનલ હાઇવે પર સર્વિસ રોડ, બારડોલી નગરપાલિકા અને બારડોલી તાલુકાના ગામડાઓનાં આવાસના લગતા પ્રજાલક્ષી પ્રશ્નો રજુ કર્યાં હતા આ પ્રશ્નોનું હાઈવેના અધિકારીઓને સત્વરે નિરાકરણ લાવવા કલેકટરએ સુચના આપી હતી.
આ બેઠક ધારાસભ્ય સંદીપ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, મનુભાઈ પટેલે, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, જિલ્લાના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) હિતેશ જોયસર, બારડોલી નાયબ કલેકટર સ્મિત લોઢાં, સીટી પ્રાંત અધિકારીશ્રી જી.વી. મિયાણી તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.