એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા “joy of giving” માં અભૂતપૂર્વ સફળતા

સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વ્રારા “joy of giving” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેમાં ડાંગ જેવા ટ્રાઇયબલ વિસ્તારમાં વસ્તા બાળકો માટે અનાજ આખાવર્ષ દરમિયાન મલી રહે તે હેતુ માટે શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા શાળાના બાળકોને “ joy of giving” પ્રવૃતિ દ્વારા દરેક વિદ્યાર્થી ને માત્ર 1 કિલો ચોખા લાવવાની અપીલ કરી હતી આ અપીલ નો પ્રતિસાદ એટલો સફળ રહ્યો કે શાળા દ્વારા 8000 કિલો ચોખા (8 ટન) એકત્ર કર્યા હતા

आकारसदृशप्रज्ञः प्रज्ञया सदृशागमः |
आगमैः सदृशारम्भ आरम्भसदृशोदयः ||

અર્થાત:-
જેમ તેનું શરીર હતું, તેવી જ તેની બુદ્ધિ હતી, જેમ તેની બુદ્ધિ હતી, તેમ તેનું શાસ્ત્રોનું જ્ઞાન હતું, જેમ તેનું કાર્ય હતું, તેમ તેના પ્રયત્નો હતા, અને જેમ તેના પ્રયત્નો હતા, તેવી જ તેની સફળતા છે.

આ સફળતા ના ભાગ રૂપ દર વર્ષે શાળા 11 સપ્ટેમબર ને શાળાના સ્થાપના દિવસ તરીકે ઉજવાય રહ્યો છે તે દિવસની યાદગીરી સ્વરૂપે શાળાના પ્રમુખ  રામજીભાઈ માંગુકિયા, ઉપપ્રમુખ  જીગ્નેશભાઈ માંગુકિયા,મેનેજિંગ ટ્રસ્ટી  ઈશ્વરભાઈ માંગુકિયા, ટ્રસ્ટીશ્રી ગિરધરભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા તેમજ શાળા કેમ્પસ ડાયરેક્ટર અને શાળાના આચાર્ય  દ્વારા ડાંગ સ્થિત માંલેગાવ માં આવેલ “પ્રયોશા પ્રતિષ્ઠાન સંતોક્બા ધોળકિયા વિધ્યામંદિર” ના સ્થાપક શ્રી પી.પી.સ્વામી ની મુલાકાત લઈ આ દાન અને ધનરાશિ અર્પણ કરી સમાજ અને અન્ય શાળામાટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બાબતને પણ પી.પી સ્વામી દ્વારા “ joy of giving” ને સ્રરાહનિય જણાવી શાળાપરિવાર ને આશીર્વાદ અર્પણ કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button