એન્ટરટેઇન્મેન્ટ

આ સપ્તાહને અંતે, જૂઓ મિશન મજનુ અને ફોન ભૂતના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર ફક્ત ઝી સિનેમા પર!

આ સપ્તાહને અંતે, તૈયાર થઈ જાઓ મનોરંજનના ડબલ ડોઝ માટે, કેમકે ઝી સિનેમા રજૂ કરે છે, ધમાકેદાર વર્લ્ડટે લિવિઝન પ્રિમિયર, મિશન મજનુનું 27મી મે, સાંજે 8 વાગે અને ફોન ભૂતનું 28મી મે બપોરે 12 વાગે.

જૂઓ બોલિવૂડના શેરશાહ ઉર્ફે સિદ્ધાર્થ મલ્હોત્રાને જાનબાઝ એજન્ટ તરીકે, જે સૌથી ખતરનાક રાષ્ટ્રિય મિશનને સ્ક્રીન પર લઇને આવ્યું છે, વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ- મિશન મજનુમાં. આ વખતે એક મઝેદાર હોરર કોમેડી- ફોન ભૂતમાં મળો એવા ભૂતોને જે તમને હસાવસે પણ અને ડરાવશે પણ, જ્યાં કેટરિના કૈફને તમે એક તદ્દન નવા અવતારમાં જોવા મળી શકશો, તેની સાથે છે, સિદ્ધાર્થ ચતુર્વેદિ અને ઇશાન ખટ્ટર. તો શું રાહ જોઈ રહ્યા છો? અદ્દભુત પારિવારિક સપ્તાહનો અંત હવે તૈયાર છે, ફક્ત ચાલુ કરો ઝી સિનેમા!

એક મિશન જેના પર પૂરા દેશની આશા છે… મળો નિડર અમનદીપ સિંઘ ઉર્ફે સિદ્ધાર્થ મલ્હોત્રાને જે તેના જાદુ અને
જુસ્સાથી તમને સ્પાય અને જોરદાર થ્રિલની એક અવિસ્મરણિય દુનિયામાં લઈ જશે, અને દેશ માટે લડશે. તેમાં રાષ્ટ્રિય સેન્સેશન રશ્મિકા મંદાના પણ જોવા મળશે. આ સ્પાય થ્રિલરમાં એક દેશભક્તિ અને પ્રેમની વાર્તા છે, જે ભારતે પાકિસ્તાનમાં રહીને કરેલા સૌથી બહાદુર અને હિંમતવાન અપ્રગટ ઓપરેશનની વાર્તા છે.

કભી હસી, કભી ડર, દેખેંગે પુરા ઘર ફોન ભૂત કે કારનામે! આવી હોરર કોમેડી પહેલા ક્યારેય નહીં જોઈ હોય.. ફોન
ભૂતમાં અફરા-તફરી, મસ્તી, હોરર અને હાસ્ય બધું જ છે. ઘરના નાના બાળકોથી માંડીને માતા-પિતા અને વડિલો સુધી
બધા ભૂતથી તો બધા ડરે જ છે. પણ જ્યારે કેટરિના કૈફ એક તોફાની ભૂતના પાત્રમાં જોવા મળે તો, કેવી મજા આવે!

આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની વચ્ચે એક અદ્દભુત કેમિસ્ટ્રી જોવા મળી છે, કેમકે તે બંને તોફાની, નોકરી વગરના, હોરર ફિલ્મોની પાછળ પાગલ છે. સાથોસાથ આપણે આપણા ભીડુ જેકી શ્રોફ અને શીબા ચઢ્ઢાને મુખ્ય
ભૂમિકામાં જોઈ શકીશું. તો જબ ભૂત સતાયેં, ફોન ભૂત કો કોલ લગાયેં…

“આ ફિલ્મના શૂટિંગનો અનુભવ અદ્દભુત રહ્યો. હોરર કોમેડી પર સાથે મળીને કામ કરવાનો અનુભવ એટલો જ થ્રિલ અને
અદ્દભુત રહ્યો. હવે આ ફિલ્મ ઝી સિનેમા પર પ્રિમિયર કરવા જઈ રહી છે, ત્યારે દર્શકો પણ આ ભૂલોથી ઉભી થતી
કોમેડીનો હિસ્સો બનશે અને આ મજાની રોલર-કોસ્ટર રાઈડ તમારું સતત મનોરંજન કરશે!” એમ કેટરિના ઉમેરે છે.
ઝી સિનેમા પર વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર જૂઓ મિશન મજનુનું 27મી મે સાંજે 8 વાગે અને ફોન ભૂતનું 28મી મે બપોરે 12 વાગે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button