એજ્યુકેશન

A1 અને A2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા

સુરતઃ એસએસસી બોર્ડનું રીઝલ્ટ જાહેર થયું. જેમાં સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ, અડાજણ, સુરતમાં પ્રથમ ક્રમાંક પટેલ અશ્મી શિવેષ દ્વિતીય ક્રમ જેસાની મીતાલી હરેશ તથા તૃતીય ક્રમાંક ખત્રી સ્મીત મનોજભાઈએ મેળવીને શાળાનું નામ ગૌરવાન્વિત કર્યું છે.

A1 અને A2 મળીને વીસ વિધાર્થીઓ તેમજ B1 અને B2 મળીને સિત્તેર વિધાર્થીઓએ ઝળહળતુ પરીણામ મેળવ્યું છે. જેમને શાળા પરિવાર તરફી અભિનંદન, વિદ્યાર્થીઓનો કઠીન પરિશ્રમ, અનુભવી શિક્ષકોએ આપેલ માર્ગદર્શન અને વાલી મિત્રોના સહકારથી વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે, “સિધ્ધિ તેને જ વરે જે પરસેવે ન્હાય

શાળાના ટ્રસ્ટી બી.વી.એસ. રાવ સર, સુશીલા મેડમ પ્રિન્સીપાલ ધન્યા મેડમ, એડમિનિસ્ટ્રેટર  ડેવિડસર તથા શાળાના શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજજવળ ભવિષ્ય માટે શુભેરછા પાઠવી. આ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે “મહેનત અને લગન હોય તો મંજિલ સુધી પહોંચી શકાય”, A1 અને A2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ તેમના વાલીશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button