એજ્યુકેશન
નવસર્જન હિન્દી વિદ્યાલયનું ધો.10નું 97 ટકા પરિણામ
સુરતઃ પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ વિભાગ-2માં આવેલ નવસર્જન હિન્દી વિદ્યાલયનું ધો.10નું 97 ટકા પરિણામ આવતા શાળા પરિવાર અને વાલીમિત્રો તેમજ વિદ્યાર્થીઓમાં ખુશી ની લાગણી પ્રસરી છે. શાળામાં એ-2 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. તે બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
શાળા સંચાલક જયેશસિંહ પરમાર, આચાર્ય રૂપાલીબેન પાટીલ, સુપરવાઇઝર પિયુષભાઈ શર્મા અને સ્ટાફની ખૂબ જ મહેનત ને કારણે આ પરિણામ મળી રહ્યું છે. તેથી શાળા પરિવાર એમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.