સુરત
રાંદેર જીલાની બ્રિજ ઉપર પત્ની અને બાળકની નજર સામેજ સાપ્તાહિક અખબારના પત્રકારને સરાજાહેર હત્યા કરી દેવાઈ
ફેમિલી મેટર માં પત્રકાર જુનેદ પઠાણની 18થી 20 ધા ઝીકી હત્યા કરાઈ
સુરત શહેરના રાંદેર જીલાની બ્રિજ ઉપર પત્ની અને બાળકની નજર સામે જ સાપ્તાહિક અખબારના એક પત્રકારને સરાજાહેર ૧૮ થી ૨૦ ઘાં ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પત્રકારને તેની ફેમિલી મેટરમાં હત્યા કરી હોવાનું હાલ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ઘટનાને લઇ ઉચ્ચ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સાબરીનગર સ્થિત ગુલશન એપાર્ટમન્ટમાં જુનેદભાઈ પઠાણ પરિવાર સાથે રહેતો હતો. જુનેદભાઇ એક સાપ્તાહિક અખબાર પણ ચલાવતો હતો. દરમિયાન આજે બપોરે જૂનેદભાઈ પઠાણ તેમની પત્ની અને બાળક સાથે પોતાની બાઈક ઉપર રાંદેર જિલાની બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
તે વખતે અજાણ્યા શખ્સોએ જૂનેદભાઇની બાઈકને લાત મારી ફેકી દીધી હતી જેથી જુનેડભાઈ અને તેમની પત્ની અને બાળક સાથે બાઈક પરથી નીચે પટકાયા હતા અને અજાણ્યા બદમાશોએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે પત્ની અને બાળકની નજર સામે જ ઉપરા છાપરી 18 થી 20 ઘા ઝીક્યા હતા અને ત્યાંથી ભાગી છૂટયા હતા.
તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મૃતક જુનેદ ફટાણા ની ફેમેલી મેટરમાં હત્યા કરવામાં આવી હોવાનું હાલ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ઉપરાંત પઠાણના શાળાની મેટરમાં તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે.