આગામી ગુજરાતી ફિલ્મ મેડલના ટ્રેલરે યુટ્યુબ પર 1 મિલિયન વ્યુઝનો આંક પાર કર્યો
‘મેડલ’ નવકાર પ્રોડકશનની આગામી ફિલ્મ છે, જે 22 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્માણ ધ્રુવિન શાહે કર્યું છે. હમણાં સુધી રિલીથ થયેલી વિડિયોની ઝાંખીઓ અને અન્ય પ્રોમો પરથી ફિલ્મની વાર્તા સસ્પેન્સ અને મોટિવેશનનું ઉત્તમ સંમિશ્રણ હોય તેવું દેખાય છે. તે ગુજરાતી દર્શકોને આકર્ષિ કર્યા વિના રહેતી નથી. તેઓ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે હવે ઉત્સુક છે. દરમિયાન ‘મેડલ’ ફિલ્મના નિર્માણકારોએ ફિલ્મનું વિધિસર ટ્રેલર રિલીઝ કર્યું છે, જેને યુટ્યુબ પર 10 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
મેડલ ફિલ્મમાં જયેશ મોરે અને કિંજલ રાજોરિયા છે, જે ફિલ્મનું ટ્રેલર ઘણું બધું કહી જાય છે. મેડલ ભૌતિક બાબતોથી બનેલું હોય છે, જેમાં તેની હકદાર વ્યક્તિની સમર્પિતતા અને સખત મહેનત કામે લાગેલા હોય છે. ફિલ્મ દેશભક્તિ અને દેશ માટે મેડલ જીતવા જરૂરી ટીમ વર્ક પર આધારિતછે.
જયેશ મોરેનો અદભુત અભિનય નિશ્ચિત જ દર્શકોને ગમશે. તે ફિલ્મમાં કોચની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ રિલીઝ થવાની સૌને ઉત્સુકતા છે.
યુટ્યુબ પર ટ્રેલર આ લિંક પર જોઈ શકાશે: https://youtu.be/Q76xvwVjVAk