એજ્યુકેશન

ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલનું ઝળહળતી પરિણામ

“કોઈપણ કાર્ય માત્ર સક્રિય ઉત્સાહથી જ પરિપૂર્ણ કરી શકાય છે, એકલા કાલ્પનિક વિચારોથી નહીં.”
આવો જ ઉત્સાહ અમારી શાળા ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ધોરણ ૧૨ કોમર્સના વિધાર્થીઓ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા મે-૨૦૨૨ પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં A1 અને A2 ગ્રેડ માં 13 વિધાર્થીઓ અને B1 ગ્રેડ માં 52 વિધાર્થીઓ એ સ્થાન મેળવી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું હતું. વિધાર્થી સાથે ની સફળગાથા માં તેમણે શાળા ના શિક્ષકો ની ટીમ ની અથાગ પરિશ્રમ અને રીવિઝન ને પ્રથમ સોપાન ગણાવ્યું હતું

આ પરીણામ સંદર્ભે શાળા માં પી.પી સ્વામી પ્રયોષા પ્રતિષ્ઠાન, ડાંગ સ્વરાજ આશ્રમ,આહવા થી ઉપસ્થિત રહી શાળાના પ્રથમ આવેલ અને બોર્ડમાં A1 & A2 માં શ્રેષ્ઠ રીઝલ્ટ મેળવેલ વિધ્યાર્થીમિત્રો ને આશીર્વચન આપ્યા હતા. તેમજ ડાંગ જિલ્લામાં આવેલ ઉચ્ચ પરિણામની ચર્ચા અને માર્ગદર્શન આપ્યું હતું.

મેનેજીંગ ડાયરેકટર કિશન માંગુકિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને હવે પછી ના C.A,C.S અને GPSE,UPSE ક્ષેત્રે એજ્યુકેશન સ્કોલરશીપ આપવા માટે કહ્યું છે તેમજ શાળા ના માર્ગદર્શક રૂપ એવા રામજીભાઈ માંગુકિયા દ્વારા આ બાળકો ભવિષ્યમાં CLASS-1/2 જેવા ઉચ્ચ કક્ષાના ઓફિસર આ શાળા માથી પ્રાપ્ત થશે. તેવી જાહેરાત કરી હતી.તેમજ શાળા ના કેમ્પસ ડાયરેકટર આશિષ વાધાણી અને શાળા આચાર્ય ધર્મેશ જોષી દ્વારા દરેક વિદ્યાર્થી ને અભીનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ કોમર્સ ના‌ શિક્ષકો ની ટીમ ને શુભેચ્છાઓ સાથે માર્ચ-૨૦૨૩ માં વધુ જ્વલંત સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button