એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ (C.B.S.E)નાં વિદ્યાર્થીઓની ધોરણ 10 પરિણામ માં અભૂતપૂર્વ સફળતા

ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ CBSE ના ધોરણ ૧૦ ના વિધાર્થીઓ બોર્ડ દ્વારા જાહેર થયેલા જુલાઈ -૨૦૨૨ પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં A1 ગ્રેડ માં ૩૧ વિધાર્થી,A2 ગ્રેડ માં ૨૪ વિધાર્થીઓ અને B1 ગ્રેડ માં ૬૯ વિધાર્થીઓ એ સ્થાન મેળવી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું હતું. વિધાર્થી સાથે ની સફળગાથા માં તેમણે શાળા ના ફુલ ડે ના શિક્ષકો ની ટીમ ની અથાગ પરિશ્રમ અને રીવિઝન ને પ્રથમ સોપાન ગણાવ્યું હતું

આ પરીણામ સંદર્ભે શાળા ના મેનેજીંગ ડાયરેકટર કિશન માંગુકિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આ વિધાર્થીઓ સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં કઠોર મહેનત કરી ધોરણ ૧૨ માં પણ આવું જ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ હવે પછી ના મેડિકલ, એન્જિનિયરિંગ,C.A,C.S,GPSC,UPSE ક્ષેત્રે એજ્યુકેશન સ્કોલરશીપ આપવા માટે કહ્યું છે

શાળા ના સ્થાપક અને માર્ગદર્શક રૂપ એવા શ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા આર્થિક કટોકટી ને કારણે અભ્યાસ મુકી ન દે તેવા વાલી ગણ માટે રામજી ભાઈ માંગુકિયા દ્વારા A1 grade ના વિધાર્થીઓ માટે ૧૦૦% ફી માફી અને A2 grade ના વિધાર્થીઓ માટે ૭૫% થી લઈને ૫૦% સુધી ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે.આ યોજના નો લાભ સુરત ની કોઈ પણ શાળા ના વિધાર્થીઓ લઈ શકે છે.

શાળા ના કેમ્પસ ડાયરેકટર આશિષ વાધાણી અને શાળા આચાર્ય તૃષાર પરમાર દ્વારા દરેક વિદ્યાર્થી ને અભીનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ અને શુભેચ્છા પાઠવી હતી તેમજ ધોરણ ૧૦ના‌ શિક્ષકો ની ટીમ ને શુભેચ્છાઓ સાથે ૨૦૨૩ માં વધુ જ્વલંત સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button