ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હેડ બોય અને હેડ ગર્લની પસંદગી માટે ચૂંટણી પધ્ધતિ દ્વ્રારા નિયુક્તિ કરવામાં આવી
“તમારા બધા કામ છોડો, પહેલા વોટ આપીએમતદાન પણ એક અધિકાર છે, મતદાન પણ એક ફરજ છે.”
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થી ભારતની મતદાન પ્રણાલી વિશે જાણે તેમજ સમજે તે હેતુસર શાળામાં હેડ બોય અને હેડ ગર્લની પસંદગી માટે ચૂંટણી પધ્ધતિ દ્વ્રારા નિયુક્તિ કરવામાં આવી હતી, આ માટે શાળામાં વિદ્યાર્થી ગણ દ્વારા તેમના પસંદગીના લીડરને ઊભા રાખી ઉમેદવારી નોધાવી હતી.
આ ઉમેદવારી નોધાવ્યા બાદ તમામ ઉમેદવારોએ પોતાની ટીમ સાથે શાળામાં 2 દિવસ પ્રચાર કર્યો હતો અંતે શાળા આચાર્ય ધ્વારા ફોર્મની ચકાસણી કર્યા બાદ માત્ર 4 ઉમેદવારોને અને તેમની ટીમને ચૂંટણી કરવાની મંજૂરી આપી હતી.
આ ચૂંટણીની સૌથી રસપ્રદ વાત એ હતી કે શાળાના શિક્ષક મિત્રો દ્વારા ભારત સરકારની ચૂંટણી પ્રક્રિયા અનુસરી હતી તેમાં મતદાન માટે EVM મશીન, કલેક્ટર, ઇલેક્શન કમિશ્નર, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલિસ અધિકારી જેવા પદની કાર્યવાહી શાળાના ધોરણ 11 કોમર્સના વિધ્યાર્થી ધ્વારા નિભાવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થી ચૂંટણીનું મહત્વ સમજે તે માટેનો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં વોટ આપવા માટે શાળાના તમામ કર્મચારી અને વિદ્યાર્થી પાસે વોટિંગ કાર્ડની જગ્યાએ શાળાનું I-CARD દ્વારા વોટ આપવામાં આવ્યો હતો. આ રીતે શાળામાં કુલ 2200 જેટલા વિદ્યાર્થીએ બે તબક્કામાં મતદાન કરી કુલ 96% જેટલું મતદાન નોધાયું હતું.
અંતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં શાળાના ટ્રસ્ટી ગણ, મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકીયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી, આચાર્ય ગણ, સુપરવાઇઝર મિત્રો તેમજ સમગ્ર શિક્ષકમિત્રોએ ખૂબ સારો સહકાર અને માર્ગદર્શન આપ્યું હતું.